રીક્ષાચાલકે રેલવે સ્ટેશન ઉપર દોડાવી રીક્ષા, સોશિયલ મીડિયા માં થઇ રહ્યા છે ખુબ વખાણ..

સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો મુંબઈ શહેરનો જોવા મળી રહ્યો છે. જેમાં રેલવે સ્ટેશન ઉપર એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા ચડાવી રહ્યો હતો. પરંતુ તેમાં નવાઇની વાત એ છે કે, રેલવે સ્ટેશન ઉપર રહેલ લોકો રિક્ષાચાલક ને રીક્ષા ઉભી રાખવા માટે કઈ રહ્યા નથી પરંતુ તેને જગ્યા આપી રહ્યા છે. અને દરેક લોકો રિક્ષાચાલકની પ્રશંસા કરી રહ્યા છે.

શા માટે રેલવે સ્ટેશન ઉપર ચલાવી રીક્ષા?


રીક્ષા ચાલક સાગર કમલાકર ગોવિંદ ને એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવાની હતી. જેના કારણે રિક્ષાચાલક રેલવે સ્ટેશન ઉપર પોતાની રીક્ષા ચલાવી હતી. આ મહિલાનો પતિ ઓટો રિક્ષા લઈને વિરાર રેલ્વે સ્ટેશન ની બહાર ઉભો હતો. મહિલાને જે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તે લોકલ ટ્રેન વરસાદના કારણે રદ થઇ હતી. મહિલાના વધતા દુખાવાના કારણે પતિએ ઓટોરિક્ષા રેલવે સ્ટેશનની અંદર જ ચલાવવા માટે જણાવ્યું. જેમાં રીક્ષા ડ્રાઈવરે પણ તેનો સાથ આપ્યો હતો.

રિક્ષામાં બેસીને હોસ્પિટલ પહોંચાડી.

રીક્ષા ડ્રાઈવરે ગર્ભવતી મહિલા ને પોતાની રિક્ષામાં બેસાડીને ખૂબ જ થોડા સમયમાં હોસ્પિટલ પહોંચાડી હતી. જે રીક્ષા નો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને દરેક લોકો આ રિક્ષાચાલકને પ્રશંસા કરી રહ્યા છે. જોકે પહેલા રીક્ષા ચાલક ને પોલીસે કાનૂન તોડવા માટે પકડી લીધો હતો. પરંતુ પોલીસને રિક્ષામાં ગર્ભવતી મહિલા છે તેવી જાણ થતાં પોલીસે પણ રિક્ષાચાલકને તરત જ છોડી દીધો હતો. જોકે ત્યાર પછી પોલીસે રિક્ષાચાલકને ફરી પકડીને ચેતવણી આપી ત્યારબાદ છોડી દીધો.

ચાર કિલો મીટર સુધી પાલખી માં લઈ જવામાં આવી ગર્ભવતી મહિલાને.


આજે પણ પર્વતો વાળા વિસ્તારોમાં હોસ્પિટલ જવામાટે લોકોને તેમજ ગર્ભવતી મહિલાઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.હાલમાં જ ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના વિકાસ દંડની એક ગ્રામીણ ગર્ભવતી મહિલાને ચાર કિલો મીટર સુધી પગપાળા કરીને મુખ્ય સડક માર્ગ પરથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. ત્યાર પછી મહિલાને રિક્ષામાં લઇ જવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *