પુરુષોએ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે વિટામિન, ખનિજો અને અન્ય પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાક લે છે. જો શરીરમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ હોય તો તમે ઘર કે ઓફિસમાં ઘણા કામ યોગ્ય રીતે કરી શકતા નથી. પુરૂષોમાં ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પુરુષો મહિલાઓ કરતા વધારે કામ કરે છે. પુરુષો આર્થિક બાબતોથી લઈને અન્ય ઘણી બાબતો વિશે વધુ ચિંતિત રહેતા હોય છે. એટલા માટે પુરુષોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પોતાની સેહતનું સમય સમય પર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે તમારે ડાયટ તેમજ જીવન એમ બંનેનું આયોજન કરવું જોઈએ. જો તમે ફિટ અને સ્વસ્થ રહેશો તો તમારો આખો પરિવાર પણ ઠીક રહેશે. આજે અમે તમને પુરુષોના શરીર માટે જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ ઉપરાંત, જાણો કે આમાંના કોઈપણ પોષક તત્વોના અભાવને કારણે રોગોનું શું જોખમ રહેલું છે.
પુરુષો માટે જરૂરી પોષક તત્વો:
1 મલ્ટી વિટામિન: પુરુષોએ તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ખોરાકમાં મલ્ટી વિટામિન ફૂડ સપ્લિમેન્ટ્સનો સમાવેશ કરવો જોઈએ. તમે આ માટે વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ ખોરાક અથવા ગોળીઓ ખાઈ શકો છો. ઘણી વખત તેને ખાવાથી પણ શરીરમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ પૂરી કરવી મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં શરીરમાં વિટામીનની ઉણપ જોવા મળે છે. જયારે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે, તમારે મલ્ટિ-વિટામિન્સ લેવાની ખુબ જ જરૂર પડે છે.
2 ફોલિક એસિડ: પુરુષોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ફોલિક એસિડનું સેવન કરવું જોઈએ. ફોલિક એસિડ હૃદય અને મગજના કાર્યમાં સુધારો કરે છે અને ફોલિક એસિડ હોમોસિસ્ટીન સંયોજનને બરાબર કરવાનું કામ કરે છે અને લોહીને પાતળું કરવામાં અને લોહીના પ્રવાહમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે.
3 ઓમેગા 3 ફેટી એસિડ: પુરુષોએ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ઓમેગા હાઈ બ્લડ પ્રેશર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેના સેવનથી હાડકાં મજબૂત, ત્વચા અને વાળ સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે.
4 વિટામિન ડી: હાડકાં મજબૂત બનાવવા માટે, પુરુષોએ આહારમાં વિટામિન ડીનો સમાવેશ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાનો દુ:ખાવો અને કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે વિટામિન ડી ખુબ જ જરૂરી સ્ત્રોત માનવામાં આવે છે.
5 આયર્ન: શરીરમાં લાલ રક્તકણોની રચના માટે આયર્ન જરૂરી સ્ત્રોત માનવમાં આવે છે. યોગ્ય માત્રામાં આયર્ન હોય છે ત્યારે હિમોગ્લોબિન સારું રહે છે અને આયર્ન દિવસભર ઉર્જા જાળવવામાં મદદ કરે છે. આયર્ન શરીરમાં ઓક્સિજનના પ્રવાહમાં પણ સુધારો કરે છે અને પુરુષોએ તેમના આહારમાં આયર્નથી સમૃદ્ધ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
6 ઝીંક: પુરુષોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઝીંક ખૂબ મહત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે. ઝીંક તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કામ કરે છે જે ખરજવું, અસ્થમા અને હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ઝીંક પણ ફાયદાકારક છે. જયારે પણ પેટ ખરાબ થાય છે ત્યારે ડોકટરો દ્વારા ઝીંક ખાવાની ભલામણ કરવામાં આવે છે.
7 સેલેનિયમ: જ્યારે શરીરમાં સેલેનિયમની પૂરતી માત્રા હોય છે, ત્યારે મુક્ત રેડિકલનું સ્તર ઘટે છે. સેલેનિયમ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે અને ફેફસાના કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. ધૂમ્રપાન કરનારાઓએ સેલેનિયમની દૈનિક માત્રા લેવી ખુબ જ જરૂરી છે.
8 શિલાજીત: શિલાજીતને પુરુષો માટે મુખ્ય ઓંષધિ કહેવામાં આવે છે. લોખંડ, ચાંદી, સોનું અને અનેક ખનીજ જેવી ધાતુઓનું મિશ્રણ તેમાં હોય છે. જે શિલાજીત પુરુષોના જાતીય સ્વાસ્થ્ય, મગજ કાર્ય, લીવર કેન્સર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદરૂપ છે.
પુરુષોને થતી બીમારીઓ.
1. વૃદ્ધાવસ્થા સાથે, પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ પુરુષોમાં જોવા મળે છે.
2. પુરુષોમાં વૃદ્ધત્વ સાથે, ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ થાય છે.
3. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સના નીચા સ્તરને કારણે પુરુષોનો જાતીય વિકાસ અને દેખાવ પર પણ અસર પડે છે.
4. પુરુષોને હૃદય સંબંધિત સમસ્યાઓ, કોલેસ્ટ્રોલ વધારવાની સમસ્યા અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ હોય છે.
5. ધૂમ્રપાન કરનારા પુરુષોમાં પણ ફેફસાના કેન્સર થવાની સંભાવના વધારે હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.