હવે વારંવાર નહીં ખાવા પડે બેંકનાં ધક્કા, આ રીતે ઘરે બેઠા મળી જશે 10 લાખ સુધીની લોન- જાણો પ્રક્રિયા

મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, જો તમે કોઈપણ વ્યાપાર (Business) ની શરુઆત કરવા માંગતા હો તો આપને હવે વોટ્સએપ (WhatsApp) મારફતે એકદમ આસાનીથી લોન (Loan) મળી શકે છે, આવો જાણીએ કેવી રીતે? IIFL ફાયનાન્સ કંપની (Finance Company) આપને વોટ્સએપ મારફતે આપને લોનની સુવિધા પુરી પાડી રહી છે. આ માધ્યમનો ઉપયોગ કરીને 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

આ કંપની હાલમાં એવો દાવો કરી રહી છે કે, આ સૌપ્રથમ એવી કંપની છે કે, જે આ માધ્યમનો ખુબ જ મજબૂત રીતે ઉપયોગ કરી રહી છે. આ લોનની પ્રક્રિયા માત્ર 10 મિનિટની જ છે. ફક્ત 10 મિનિટમા તો તમને લોનની મંજૂરી પણ મળી જાય છે. આવો જાણીએ કે, કેવી રીતે આ સુવિધાનો ઉપયોગ કરીને લોન મેળવી શકાય છે?

કેવી રીતે થશે લોન માટે અરજી ?
જો તમે લોન લેવા માંગતા હો તો તમારે સૌપ્રથમ 90197092184 નંબર પર Hi નો એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યા પછી તમારી પાસેથી અમુક બેઝિક ડીટેલ માંગવામા આવશે તેમજ લોન શા માટે લેવી છે? એના પાછળનું કારણ પૂછવામા આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચાલતા બોટની મદદથી લોન ઓફર ચેક કરવામા આવશે.

તમારા માટે જેટલી લોન યોગ્ય હશે એટલી લોનની પરવાનગી મળી જશે. લોનની મંજૂરી મળ્યા પછી તમારા ખાતામા પૈસા જમા થઇ જશે. આની માટે તમારે KYC પ્રોસેસમાંથી પસાર થવુ પડશે. બેન્ક ટ્રાન્સફરની માહિતી તેમજ તેના માટેની જરૂરી રજીસ્ટ્રેશન પ્રોસેસ બધું જ વોટ્સએપથી વેરીફાય થશે.

કેટલો સમય લાગશે ?
આની માટે ખુબ લાંબો સમય રાહ જોવી પડશે નહિ. મિનિમમ ડોક્યુમેન્ટ સાથે આપને 10 જ મિનિટમાં 10 લાખ રૂપિયા સુધીની લોન એકદમ આસાનીથી મળી જશે. IIFL ફાઇનાન્સ દ્વારા આ ફીચર ને લોન્ચ કરવા માટે ફિનટેક ફર્મ સેતુની સાથે સાજેદારી કરવામાં આવી છે.

આ બાબતોની રાખવી સાવચેતીઓ:
આ લોન લેતુઈ વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે, તમે લોનની અરજી કરી છે તે કંપની કઈ છે? શું તમે જે જગ્યાએથી ડિજિટલ લોન માટે અરજી કરી રહ્યા છો તે NBFC સાથે કોઈ કરાર ધરાવે છે. આ લોનનો વ્યાજદર કેટલો રહેશે? તમારા દ્વારા લોનની અરજી સમયે અપાયેલ માહિતી સુરક્ષિત છે કે નહિ? આ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ લોન લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *