આ દમદાર બાઈક આપે છે સુપર માઈલેજ- ફક્ત 1 લીટર પેટ્રોલમાં આપે છે 80 કિમીની એવરેજ, જાણો અન્ય ફીચર્ચ…

મોંઘવારી (Inflation) માં સતત વધારો થતો જોવા મળ્યો છે ત્યારે હાલમાં સૌથી મોટામાં મોટો માર વાહનચાલકો (Drivers) ને પડી રહ્યો છે. આની પાછળનું એકમાત્ર કારણ…

મોંઘવારી (Inflation) માં સતત વધારો થતો જોવા મળ્યો છે ત્યારે હાલમાં સૌથી મોટામાં મોટો માર વાહનચાલકો (Drivers) ને પડી રહ્યો છે. આની પાછળનું એકમાત્ર કારણ એ છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) માં આજદિન સુધી ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એટલો ભાવવધારો (price rise) નોંધાયો છે ત્યારે હાલમાં આપની માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે.

હાલમાં કંપની દ્વારા TVS Radeon ને લાલ તથા કાળા રંગની સાથે વાદળી અને કાળા રંગના ડ્યુઅલ ટોન વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આની સિવાય હજુ સુધી બાઇકમાં અન્ય કોઇ ફેરફાર કરાયો નથી. આ બંને નવા ડ્યુઅલ ટોન કલર્સ બાઇકની ફ્યુઅલ ટેન્ક પર જોવા મળશે.

આની સિવાય તેનો હેડલેમ્પ ફક્ત બોડી કલરનો હશે. બાઇકની સાઇડ પેનલ પર ડ્યુઅલ ટોન ટચ પણ હશે. જયારે બીજી બાજુ, એન્જિન પર ગોલ્ડન ટચ તેમજ એલોય વ્હીલ્સ પણ બ્લેક કલરના વિકલ્પમાં ઉપલબ્ધ હશે. TVS Radeon એ 110cc સેગમેન્ટની બાઇક છે. જેમાં BS-6 સુસંગત 109.7cc સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન રહેલ છે.

આ બાઈક 8.08 PS પાવરતથાને 8.7 Nm મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. આની સાથે જ આમાં કુલ 4 સ્પીડ ગિયરબોક્સ આવેલ છે. TVS મોટરે દાવો કર્યો છે કે, એમની TVS Radeon ખુબ ઓછી કિંમતની બાઇક તેમજ વધારે માઇલેજ આપતી એકમાત્ર બાઈક છે.

આની સાથે જ કંપનીનું જણાવવું છે કે, તે ફક્ત 1 લિટર પેટ્રોલમાં 79.3 કિમીની માઇલેજ આપે છે. દિલ્હીમાં ડ્યુઅલ ટોન ડ્રમ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 69,000 રૂપિયાથી શરૂ થાય છે તેમજ ડિસ્ક વેરિઅન્ટની કિંમત લગભગ 72,000 રૂપિયા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *