હવે બાળકોને બાઇક પર બેસાડતા પહેલા જાણી લો સરકારના આ નવા નિયમો, નહિતર થઇ શકે છે મોટું નુકસાન

જો તમે પણ તમારા બાળકો સાથે મોટરસાઇકલ(Motorcycle) પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રોડ ટ્રાન્સપોર્ટ(Road transport) અને હાઈવે મંત્રાલયે(Ministry of Highways) મોટરસાઈકલ પર બાળકોને લઇ જવા અંગે નવા નિયમો(New rules)નો ડ્રાફ્ટ જારી કર્યો છે. સુરક્ષા જોગવાઈઓ સાથે સંબંધિત આ નિયમો અનુસાર, 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાઇક પર મુસાફરી કરવા માટે નવા નિયમો આવી રહ્યા છે.

ગડકરીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી:
મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ ડ્રાફ્ટ અંગે માહિતી આપતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું કે મંત્રાલયે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોટરસાઈકલ પર લઈ જવા માટે નવી સુરક્ષા માર્ગદર્શિકા જારી કરી છે. ગડકરીએ બાઈકના ડ્રાઈવર સાથે બાઈક જોડવા માટે સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની વાત કરી છે. ઉપરાંત, બાળકો દ્વારા ક્રેશ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત નિયમો ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે 4 વર્ષના બાળકને લઈ જતી મોટરસાઈકલની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા ડ્રાફ્ટ નિયમમાં ઘણી ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો મુજબ, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોટરસાયકલ ચાલક સાથે જોડવા માટે સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રાઈવરે ખાતરી કરવી જોઈએ કે તેની પાછળ બેઠેલા 9 મહિનાથી 4 વર્ષ સુધીના બાળકે તેનું ક્રેશ હેલ્મેટ પહેર્યું છે જે તેના માથા પર ફિટ થઈ જાય છે. ઉપરાંત, હેલ્મેટ ISI એક્ટ 2016 હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર બનેલું હોવું જોઈએ.

ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, મોટરસાયકલ ચાલકે એ સુનિશ્ચિત કરવું પડશે કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લઈ જવા માટે ‘સેફ્ટી હાર્નેસ’નો ઉપયોગ કરવામાં આવે. સલામતી હાર્નેસ એ બાળક દ્વારા પહેરવામાં આવતું જેકેટ છે, જે કદમાં સુધારી શકાય છે. તે સેફ્ટી જેકેટ સાથે જોડાયેલ સ્ટ્રેપ એવી રીતે ફીટ કરવામાં આવે છે કે ડ્રાઈવર તેને તેના ખભા સાથે પણ જોડી શકે.

બાઇકની સ્પીડ કેટલી હોવી જોઈએ?
નવા ડ્રાફ્ટ નિયમની ભલામણ કરતાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચાર વર્ષ સુધીના બાળકને લઈ જતી મોટરસાઈકલની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. મોટર વાહન અધિનિયમની કલમ 129 માં સરકાર વતી મોટર વ્હીકલ (સુધારા) અધિનિયમ 2019 દ્વારા પહેલેથી જ સુધારો કરવામાં આવ્યો છે.

અધિનિયમની આ કલમમાં બીજી જોગવાઈ એ છે કે કેન્દ્ર સરકાર, નિયમો દ્વારા, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સુરક્ષા માટે જોગવાઈ કરી શકે છે જેઓ મોટરબાઈક પર સવારી કરી રહ્યાં છે અથવા લઈ જઈ રહ્યાં છે. આ જોગવાઈનો આશરો લઈને સરકારે બાળકોની સુરક્ષાને લઈને આ નવો ડ્રાફ્ટ નિયમ બહાર પાડ્યો છે, જોકે તે માત્ર ડ્રાફ્ટ છે અને નિયમો બનાવવાના બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *