ઈન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં એક મોટો બગ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. વ્હોટ્સએપના આ બગને કારણે તમારા દ્વારા મોકલાયેલાં મેસેજની સાથે છેડછાડ થઈ શકે છે. અને હેકર્સ તેને પોતાના હિસાબથી બદલી પણ શકે છે. તેની જાણકારી અમેરિકન સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે આપી છે.
ફર્મે આ ટૂલને અમેરિકાનાં લાસ વેગાસમાં ચાલી રહેલાં બ્લેક હાટ નામનાં સાઈબર સિક્યોરિટી કોન્ફરન્સમાં પ્રેક્ટિકલ કરીને બતાવ્યુ હતુ. ચેક પોઈન્ટનો દાવો છેકે, તેમની પાસે એક એવું ટૂલ છે જેની મદદથી વ્હોટ્સએપના કોઈ પણ મેસેજને એડિટ કરીને ખોટા મેસેજ મોકલી શકાય છે. કંપનીનું કહેવું છેકે, આ ટૂલ વ્હોટ્સએપનાં કોટ રિપ્લાઈ દરમ્યાન કામ કરે છે. અને રિપ્લાય સમયે જ ઓરજીનલ મેસેજમાં ફેરફાર કરી શકે છે.
ઉદાહરણ રીતે માનો કે, તમારા ઘરમાં કોઈની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તમે બોસને મેસેજ કર્યો કે, ઘરમાં કોઈની તબીયત વધારે ખરાબ થઈ ગઈ છે. એવામાં ઓફિસે આવી શકીશ નહી. હવે આ મેસેજને આ ટૂલ દ્વારા બદલી નાખવામાં આવશે કે હું પરિવાર સાથે ફરવા જઉ છુ એટલે ઓફિસે આવી શકીશ નહી.
આ પહેલીવારનથી જ્યારે વ્હોટસએપમાં બગ આવ્યુ હયો, ગયા મહિને પણ અહેવાલ આવ્યા હતાકે, વ્હોટ્સએપ અને ટેલીગ્રામમાં એક એવું બગ આવ્યુ છે જે તમારી મીડિયા ફાઈલમાં ફેરફાર કરી શકે છે. શોધકર્તાઓએ આ બગને મીડિયા ફાઈલ જેકિંગ નામ આપ્યુ હતુ.