જાણો કોણ છે એ વ્યક્તિ કે જેને જોઈને રાહુલ ગાંધી ઘણી વાર લોકસભામાં આંખ મારે છે.

Published on Trishul News at 2:03 PM, Fri, 26 April 2019

Last modified on April 26th, 2019 at 2:04 PM

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળી પોતાની સીટ પર પાછા ફર્યા તો તેમણે આંખ મારી તે મિનિટોમાં વાયરલ થઇ ગઇ. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને રાહુલ ગાંધીના આ વ્યવહારને લઇ ઠપકો પણ આપ્યો. સોશિયલ મીડિયા અને સમીક્ષકોએ પણ તેની આલોચના કરી. પરંતુ લોકસભાની કાર્યવાહીનો વીડિયો ધ્યાનથી જોવા પર લાગે છે કે રાહુલ ગાંધીની મંશા વડાપ્રધાન મોદીને અપમાનિત કરવાની નહોતી.

વાત એમ છે કે રાહુલ ગાંધી જ્યારે વડાપ્રધાનને ગળે મળી પાછા ફરે છે ત્યારે તેઓ પોતાની સીટ પર આવી દૂર બેઠેલ કૉંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને થમ્સઅપ કર્યું અને અભિનંદન પાઠવ્યા. જ્યોતિરાદિત્ય સિંધિયાના થમ્સઅપ કરવા પર રાહુલ ગાંધીએ આંખ મારતા મુસ્કુરાયા. બોડી લેંગ્વેઝ એક્સપર્ટનું કહેવું છે કે સરખી ઉંમરના મિત્રોની વચ્ચે આવું થવું બહુ સ્વાભાવિક છે. તેમનું કહેવું છે કે આમ કરીને રાહુલ ગાંધી વડાપ્રધાનને લઇ કોઇ ટિપ્પણી કરતાં નહોતા પરંતુ તેમનો આશય એ હતો કે આ તેમના માટે બધુ સરળ હતું અથવા તો તેઓ કહેવા માંગતા હતા કે તેમનું મિશન સફળ રહ્યું.

નિષ્ણાતોના મતે તેમના એક્સપ્રેશનમાં શરારત ચોક્કસ હતી, પરંતુ કોઇને અપમાનિત કરવાનો કોઇ ઇરાદો નહોતો. તેના પરથી એ પણ ખબર પડે છે કે ભાષણ આપવું અને વડાપ્રધાનને ગળે લગાવા દરમ્યાન રાહુલ ગાંધી પર કોઇ દબાણ નહોતું. તેઓ કુલ હતા. આવા અવસર પર તણાવમાં પણ આવી શકતા હતા, ખાસ કરીને ત્યારે જ્યારે તેમના કહેવા પર પણ વડાપ્રધાન ઉઠ્યા નહીં. એવામાં રાહુલે તરત નિર્ણય લીધો અને તેઓ તેમને ભેટી પડ્યા. તેમનું પોતાના પર સંપૂર્ણપણે નિયંત્રણ હતું.

વડાપ્રધાન ઉભા ના થયા તે અંગે પણ નિષ્ણાતોનું કહેવું છેકે એ પણ સ્વાભાવિક હતું. રાહુલ ગાંધીનો વ્યવહાર એટલો અનપેક્ષિત હતો કે કોઇપણ હેરાન થઇ જાય. વડાપ્રધાને વિચાર્યું કે તેઓ હાથ મિલાવા માટે આવી રહ્યાં છે, પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ તેમને ઉભા થવા માટે કહ્યું તો તેઓ સમજી શકયા નહીં કે તેઓ શું કરી રહ્યાં છે. જો કે બાદમાં વડાપ્રધાને પોતાને સંભાળ્યા અને રાહુલ ગાંધીને ફરીથી બોલાવી તેમની સાથે કંઇક વાત કરી અને તેમની પાઠ થાબડી.

કુલ મળીને એક સ્વસ્થ માહોલની દ્રષ્ટિથી આ પહેલને સારી જ કહેવાશે. જો કે ગૃહની પોતાની ગરિમા હોય છે. પોતાની સિસ્ટમ હોય છે, તેનું ધ્યાન રાખવું જોઇએ. આ જ કારણ હતું કે લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીના વ્યવહારને લઇ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન પદની પોતાની ગરિમા હોય છે અને ગૃહમાં આ રીતે ગળે મળવું યોગ્ય નથી. તેમણે આંખ મારી તેના પર પણ નારાજગી વ્યકત કરી.

Be the first to comment on "જાણો કોણ છે એ વ્યક્તિ કે જેને જોઈને રાહુલ ગાંધી ઘણી વાર લોકસભામાં આંખ મારે છે."

Leave a comment

Your email address will not be published.


*