BREAKING NEWS: મણીપુરમાં મોટો આતંકી હુમલો, કર્નલ ઓફિસરની પત્ની-બાળક સહિત 6 જવાનોના મોત

Manipur: મણિપુરમાં (Manipur) પહેલી વખત મોટો આતંકી હુમલો થયો છે. આસામ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર આતંકવાદીઓએ હુમલો (Terrorist attack) કર્યો હતો. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખન-બેહિયાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર (Commanding Officer) તેમના પરિવાર અને QRT સાથે જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડિંગ ઓફિસર, તેમની પત્ની અને એક બાળક અને QRTમાં તૈનાત 4 જવાનોના મોતના (Death of 4 soldiers) પણ સમાચાર છે. જો કે હાલમાં આ અંગે સેના તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મણિપુરના મુખ્ય પ્રધાન નોંગથોમ્બમ બિરેન સિંહે હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે, આવા કાયરતાપૂર્ણ કૃત્યને બક્ષવામાં આવશે નહીં. તે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમામ પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આ એક અમાનવીય અને આતંકવાદી કૃત્ય છે.

એક ખનગી મીડિયાના જણાવ્યા અનુસાર, સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ‘ક્વિક રિએક્શન ટીમની સાથે ઓફિસરના પરિવારના સભ્યો કાફલામાં હતા. જાનહાનિની ​​આશંકા છે. અભિયાન હજુ ચાલુ છે. હજુ વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા 5 નવેમ્બરે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS)ની સામે આતંકવાદીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. નાગરિકોની હાજરીનો લાભ લઈને આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

બેમિનામાં સુરક્ષા દળો પર થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ગાઝી સ્ક્વોડે લીધી હતી. સંગઠને કહ્યું હતું કે, આ હુમલો પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીતનો જશ્ન મનાવનારાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *