રેતી-માફિયાની ગુંડાગર્દી(Sand-mafia hooliganism) કરવાને લગતો એક વિવાદાસ્પદ વીડિયો(Controversial video) સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રેતીથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલીથી રેતી-માફિયા એક યુવકને કચડતો દેખાઈ રહ્યું છે. આ વીડિયો મધ્યપ્રદેશના બુદની વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયા(Social media) પર શેર કરવામાં આવ્યો છે.
રેતી-માફિયાની ગુંડાગીરીનો વીડિયો : ટ્રેક્ટર-ટ્રોલી યુવક પર ચડાવી દીધી#trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/aUy9rKrgEk
— Trishul News (@TrishulNews) November 23, 2021
મળતી માહિતી અનુસાર, આ વીડિયોને ભૂતપૂર્વ મંત્રી અને દિગ્વિજય સિંહના દિકરા જયવર્ધન સિંહના નામથી બનેલા ખોટા ફેસબુક અકાઉન્ટથી પણ શેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને શેર કરવા અંગે પોલીસે ગોપાલપુર સિહોર સ્થિત કોંગ્રેસી કાર્યકર્તા અર્જુન આય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસનું જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના બુદનીમાં આ પ્રકારની કોઈ જ ઘટના બની નથી.
ત્રિશુલ ન્યુઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટી કરતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વીડિયો બે દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમા કોઈ રેતી ખનનના સંજોગોમાં રેત માફિયા ટ્રેક્ટર-ટ્રોલી એક યુવક પર ચડાવતો જોઈ શકાય છે.
આ ઘટના અંગે વિવાદે ત્યારે રફતાર પકડી કે જ્યારે જયવર્ધન સિંહ નામથી ફેસબુક પેજથી પણ આ વીડિયો શેર કરી બુદની વિસ્તારનો હોવાનું દર્શાવવામાં આવ્યું. સિહોરના SP મયંક અવસ્થીએ જણાવ્યું છે કે, બુદની વિધાનસભાનો આ વાયરલ વીડિયો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ ભ્રામક વીડિયો નાંખનાર યુવક સામે ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અર્જુન આર્ય પર ગેરમાર્ગે દોરતો વીડિયો શેર કરી મુખ્યમંત્રીની છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભૂતપુર્વ મંત્રીએ કહ્યું મે આ પ્રકારનો કોઈ વીડિયો ફેસબુકના માધ્યમથી શેર કર્યો નથી:
જયવર્ધન સિંહે જણાવતા કહ્યું છે કે, આ પ્રકારનો કોઈ જ વીડિયો અને પોસ્ટ તેમણે ફેસબુક પેજ, ટ્વિટર અકાઉન્ટથી શેર કર્યો નથી. જે પેજ પરથી વીડિયો શેર થયો છે તે તેમનું ઓફીસીઅલ અકાઉન્ટ નથી.
ત્રિશુલ ન્યુઝ વાયરલ થઇ રહેલા આ વીડિયોની સત્યતાની પુષ્ટી કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.