પુરપાટ ઝડપે જતી કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત- 2 લોકોને ભરખી ગયો કાળ

ગુજરાત(Gujarat): ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે(Ahmedabad-Mumbai Highway) પર વાત્રક નદીના પુલ પાસે આજે બુધવારના રોજ સવારે ભયંકર અકસ્માત(Terrible accident) સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ્યારે અન્ય એકની સારવાર કરવામાં આવે તે પહેલા જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સંદર્ભે ખેડા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર વાત્રક બ્રીજ પાસે આજે બુધવારના રોજ સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં વડોદરા તરફ જતી કાર નં. (GJ 13 NN 3724)ના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે સીધી હાઈવેના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

આ કારમાં ચાલક સહિત બે મહિલા અને બે પુરૂષો પણ સવાર હતા. જેમાંથી એક કારમાં સવાર ઉદય મુકુંદભાઈ રાવલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટો કરી લીધો હતો. આ સિવાય કારમાં સવાર અન્ય બે લોકોમાં આનંદી ઉદય રાવલ અને મેહુલ પ્રકાશ જોશી ઈજાગ્રસ્ત થયાં હતાં. કાર જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાવાના કારણે આ કારના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જેને જોતા તો એવી લાગી રહ્યું છે કે, કાર પુરપાટ ઝડપે જઈ રહી હતી.

હાલમાં ઘટનાને પગલે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી એકને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *