સુરત(Surat): 23મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર(Saurashtra)ના ગોંડલ નજીક થયેલાં ગમખ્વાર અકસ્માત(Accident)માં કાપોદ્રાના 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બાંભરોલિયા પરિવારની જેની અને ગઢિયા પરિવારની બંસરી તેમજ દ્રષ્ટિનો સદનસીબે બચાવ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય બાળકીઓની મદદ માટે સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી ચલાવવામાં આવેલ અભિયાનમાં 22 લાખ રૂપિયા ભેગા થયા હતા. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા 24 લાખની મદદની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે ત્રણેય બાળકીઓના બેંકખાતામાં 22 લાખની રકમ જમા કરવામાં આવી હતી.
તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમના તરફથી 75 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. 23મી નવેમ્બરના રોજ ઘટેલી ઘટના બાદ રાજકોટના પાટીદાર સમાજના અગ્રણી ભરત બોઘરા દ્વારા સીએમ. ફંડમાંથી મૃતક દીઠ 4 લાખ સહાય જાહેર કરવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને જાણ કરતા સીએમ ભુપેન્દ્ર પટેલને ટેલિફોનિક જાણ કરતા મૃતકોના પરિવારની ત્રણેય દિકરીઓ માટે 24 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવ્યું મદદ અભિયાન:
ગોઝારા અકસ્માતમાં પોતાના પરિવાર ગુમાવનાર આ ત્રણેય દીકરીઓની મદદ માટે અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અભિયાન દરમિયાન પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ પણ આ દીકરીઓની જવાબદારી લીધી હતી. સાથે જ સામાજિક કાર્યકર્તા હિતેશ લાઠિયા, મનસુખ કાસોદરિયા, મહેશ ભુવા અને અલ્પેશ કથીરિયાની ટીમ દ્વારા સોશિયલ મીડિયા થકી અપીલ કરવાની મદદ કરી હતી. આ મદદરૂપે ભેગી થયેલ મદદના રૂપિયા આજે આ બાળકીઓના ખાતામાં 22 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.