સુરત(Surat): સમગ્ર દેશમાં સ્વચ્છ શહેરોમાં બીજો નંબર મેળવનાર સુરત શહેરના પુણા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડોર ટુુ ડોર ગાર્બેજની ગાડી(Garbage truck)ઓ કચરો ઉપાડવા માટે નથી આવી રહી. જેને પગલે પાલિકા સામે રોષે ભરાયેલા રહીશોએ સોસાયટીની બહાર જાહેર રસ્તા પર જ કચરો ઠાલવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.
શહેરના પુણાગામ ખાતે આવેલી શાંતિનિકેતન સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ સોસાયટીમાં ન આવતી હોવાને કારણે અહીં કચરાનો ઢગલો થઇ ગયો હતો. આ મુદ્દા અંગે જ્યારે પણ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવતી તો જવાબમાં મળતું કે, ગાર્બેજની ગાડી રિપેરીંગમાં છે તે પ્રકારનું કારણ આપવામાં આવતું હતું.
આ મુદ્દે વારંવાર પાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ કચરો લેવા આવતી ન હતી. જેને પગલે પાલિકાની આ કામગીરીથી કંટાળીને રવિવારે સોસાયટીના સ્થાનિકો અને રહીશો એકત્ર થયા હતા અને સોસાયટીના ગેટ બહાર જ કચરાનો ઢગલો નાંખી વિરોધ નોંધાવ્યો હતો. જાહેરમાં જ કચરો નાખીને વિરોધ પ્રદર્શન કરતા સુરત પાલિકાની ટીમ દોડતી થઇ ગઈ હતી અને ફક્ત બે કલાકની અંદર જ ડોર ટુ ડોરની ગાડી આ સોસાયટીની અંદર આવી પહોંચી હતી અને રસ્તા પર ફેંકવામાં આવેલ કચરાને ઉઠાવી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.