‘નજર હટી દુર્ઘટના ઘટી’ સુરતમાં શરુ ફોને કામ કરવા જતા યુવક જરીના કટર મશીનમાં…

સુરત(Surat): શહેરમાં મોબાઈલ ફોનમાં વાત કરતાં કરતાં જરીના કટર મશીન(Zari cutter machine)માં કામ કરતા યુવકને બેદરકારી મોંઘી પડી હતી. યુવક ફોનમાં વાત કરતાં કરતાં મશીનમાં પટકાયા બાદ સાપ્ટિનમાં ફસાઈને ગોળ ગોળ ઘુમવા લાગ્યો હતો, જેને લીધે સાથી કામદારોને ખબર પડતા તેમણે મશીન બંધ કરીને યુવકને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. તેને કોઈ પ્રકારની ગંભીર ઈજાઓ ન થઇ હોવાથી સારવાર આપી હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે યુવક સાથે સર્જાયેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સાથી કર્મચારીઓએ સમયસૂચકતાએ બચાવ્યો જીવ: શહેરના ભાઠેના વિસ્તાર માં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેકટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતાં કરતાં કામ કરતો હતો તે સમયે અચાનક મશીનની સાપ્ટિનમાં લપટાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા એક ચર્ચાનો વિષય બની છે. માથાના ભાગે ગંભીર રીતે ઈજા થયેલ યુવક પ્લાસ્ટિક જરીની સીટના કટર મશીન પર શરુ ફોન દરમિયાન કામ કરી રહ્યો હતો. જોકે ઘટના બાદ સાથી મિત્રોએ દોડીને તાત્કાલિક મશીન બંધ કરી સમયસૂચકતાને ધ્યાનમાં રાખીને યુવકને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા આખરે તેનો જીવ બચી ગયો હતો.

સામાન્ય ઈજાઓ હોવાને કારણે તે પોતાના વતન જતો રહ્યો: કારખાનેદાર સંજય પટેલએ જણાવતા કહ્યું હતું કે આ ઘટના 12 ડીસેમ્બરના રોજ બની હતી. 30 વર્ષનો કીર્તિ ઈશ્વરભાઈ વાળંદ મશીન પર કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ કોઈનો ફોન આવતાં કીર્તિએ ફોન પર વાત કરતાં કરતાં કામ કરવા જતાં સાપ્ટિન મશીનમાં પટકાયો હતો અને તેમાં ગુમવા લાગ્યો હતો. કીર્તિનો એક ભાઈ છે, જેને આ ઘટના અંગેની જાણ કરાતાં તે પણ સિવિલ દોડી આવ્યો હતો. કોઈ ખાસ પ્રકારની ગંભીર ઇજા ન હોવાને કારણે કીર્તિ રજા લઈ વતન જંબુસર તેના ગામ ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *