ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો

ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R.Patil) ફરી એકવાર જાહેર મંચ પરથી મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટિકીટ કપાશે તેવો ઇશારો કરતા ભાજપમાં ટીકીટના મુદ્દાઓને લઈને ચર્ચાઓએ જોર…

ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R.Patil) ફરી એકવાર જાહેર મંચ પરથી મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટિકીટ કપાશે તેવો ઇશારો કરતા ભાજપમાં ટીકીટના મુદ્દાઓને લઈને ચર્ચાઓએ જોર પકડી લીધું છે. સુરેન્દ્રનગર(Surendranagar)માં યોજાયેલાં સંમેલનમાં પાટીલે ત્યાં બેસેલાં કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવતા કહ્યું હતું કે, કોને ટીકીટ મળે છે કોને નથી મળતી તે અંગેની ચિંતા તમારે કરવાની જરૂર નથી. જે કમળનું નિશાન લઇને આવે તેમના માટે કાર્યકર્તાઓને કામ કરવાનું છે.

આ નિવેદન પરથી સી.આર.પાટીલનો ઇશારો સ્પષ્ટ હતો કે, વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો કે ભારતીય જનતા પાર્ટીના કોઇપણ નેતાની ટીકીટને લઇને કોઇ પણ પ્રકારની ચોક્કસ ગણતરી રાખવાની રહેશે નહીં, હાઇ કમાન્ડ જેને ટિકીટ આપે તેને જીતાડવા માટે કાર્યકર્તાઓ દ્વારા કામ કરવાનું રહેશે.

માત્ર આટલું જ નહિ પરંતુ સી.આર.પાટીલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, કોઇ તમને લાલચ આપે અને કહે કે પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજો તો તેમાં પણ જોડાતાં નહીં. આ કામ પેજ કમિટીના સભ્યોનું નથી, આ બાબત અંગે પાર્ટી નક્કી કરશે કે, તમારે કોઇના ટોળામાં શામેલ થવું નહીં.

આ સાથે સી.આર.પાટીલે પોતાના મનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવર્તતા જૂથવાદનો ડર અહીં મંચ પરથી છતો કર્યો હોય તેવું લાગ્યું હતું અને કહ્યું હતું કે, કાર્યકર્તાઓએ કોઇના ગ્રુપમાં જવાનું નથી, કોઈ પણ પ્રકારનો જૂથવાદ ન થાય તેની ચિંતા કરજો. કોઇ તમને સાથે રાખવાના બનતા તમામ પ્રયત્ન કરશે પણ તેમની વાતોમાં આવવાની તમારે જરૂર નથી. તે લોકો પણ પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમનું કામ પણ પાર્ટી જાણે છે અને તે હિસાબે જ પાર્ટી દ્વારા ટીકીટો આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *