ઉત્તરાયણ પહેલા જ પરિવારમાં છવાયો માતમ- ચાઈનીઝ દોરીથી બાઇક ચાલકનું ગળું કપાતા દર્દનાક મોત

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(uttrayan) નજીક આવતા ચાઇનીઝ દોરી(Chinese Thread) બજારમાં આવી ગઈ છે. આણંદ(Anand) જિલ્લાના પેટલાદ માણજ ગામ નજીક બાઇક ચાલકના ગળામાં પતંગની ચાઈનીઝ દોરી આવી ગઇ હતી. જેના લીધે આધેડને ઇજા પહોંચી હતી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતું. આ અંગે પેટલાદ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉત્તરાયણ પહેલા આ ઘટના પતંગ રસિયાઓ અને વાહન ચલાવનારા બંનેને સાવચેતી રાખવાનું સૂચવે છે.

પહેલા ગળા પર થઇ ઇજા બાદમાં મળ્યું મોત:
આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાનો પહેલો બનાવ બન્યો હતો. જેમાં મૂળ ગાના-મોગરી ખાતે રહેતા 50 વર્ષીય વિઠ્ઠલભાઈ પરમાર મંગળવારના સાંજે માણેજ ખાતે નોકરી પર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના ગળા પર ચાઈનીઝ દોરી ઘસાતા લોહીલુહાણ થઇ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકોએ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં અવાય હતા. સારવાર આપવામાં આવે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. આ મામલે પેટલાદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વિઠ્ઠલભાઈ પરમાર તેમની પત્ની ભારતીબેન અને બે પુત્રો યોગેશ અને પરેશ સાથે રહેતા હતા. વિઠ્ઠલભાઈ પરમાર ડ્રાઈવિંગના કામ કાજ સાથે સાંજના સમયે પેટ્રોલપંપ પર કામ કરતા હતા. જ્યારે પત્ની ભારતીબેન અને બંને પુત્રો પણ ઘર ચલાવવા તેમને મદદ કરતા હતા. જોકે, વિઠ્ઠલભાઇના અચાનક મોતથી પરિવારના પણ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ચાઈનીઝ દોરી કેમ હોય છે અત્યંત ઘાતક?
અમે તમને જણાવી દઈએ કે, ચાઇનીઝ દોરી આટલી ખતરનાક કેમ હોય છે. જોવા જઈએ તો ચાઇનીઝ દોરીમાં વપરાતા કેમિકલ, ઝીંક અને મેટલને કારણે આ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો એક વીજવાયરનું રૂપ ધારણ કરી લે છે. આ દોરી ખુબ જ ઘટક અને ધારદાર હોવાથી જો કોઈ પશુ કે પક્ષીના શરીર સાથે ઘર્ષણ થાય તો તેમનું મોત નકકી કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *