નરાધમોને નથી રહ્યો ફાંસીનો ડર! 22 વર્ષના યુવકે બાર વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી પીંખી નાખી

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહી છે જેને કારણે શરમજનક સ્થિતિમાં મુકાઇ રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ(Rajkot)ના ઉપલેટા(Upleta)માંથી સામે આવી છે. ઉપલેટામાં 12 વર્ષીય બાળકીને પ્રેમજાળમાં ફસાવીને મુકેશ ભરતભાઈ સોલંકી નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઇ ચુકી છે. આ કેસમાં પોલીસે 22 વર્ષના યુવક મુકેશને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાતોમાં ફસાવી બાળકી સાથે કેળવી મિત્રતા:
મળતી માહિતી અનુસાર, આરોપી મુકેશ વડલી ચોક નજીક ચાની હોટલમાં કામ કરે છે. જ્યાં કામ કરતા તેની નજર એક 12 વર્ષની બાળકી પર પડી હતી. પહેલા તો આરોપીએ બાળકીને પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી અને બાળકીને ચોકલેટ, નાસ્તો કરાવતો હતો. જેને કારણે બાળકી આ નરાધમની વાતોમાં આવી ગઈ હતી અને તેના પરિવારનો મોબાઇલ નંબર લઇને તેની સાથે સંપર્કમાં રહેતો હતો. આ માસુમ બાળકી ટ્યુશનમાં જાય તો ત્યાં પણ નરાધમ તેને મળતો હતો. બાળકી ગઇકાલે સાંજે ચારથી છ ટ્યુશનમાં ગઇ હતી પરંતુ ત્યાંથી તે ઘરે પાછી આવી ન હતી.

બાળકી ઘરે પાછી ન આવતા પરિવારમાં ચિંતા સર્જાયો ચિંતાનો માહોલ:
જેના કારણે પરિવારજનો ચિંતામાં આવી જઇને બાળકીને શોધવા માટે નીકળ્યા હતા. જે બાદ દીકરી ન મળતા આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાતે 9 વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાળકીને બાઇક પર તેના ઘર પાસે મુકીને ત્યાંથી ભાગી ગયો હતો. દીકરીને જોતા જ પરિવારે ઊંડો શ્વાસ લીધો હતો. જે બાદ દીકરીને પૂછયું કે કેમ ઘરે આવતા મોડું થયું. ત્યારે દીકરી રડી પડી હતી અને તેની સાથે થયેલ આપવીતી સંભળાવી હતી. જે સાંભળતા પરિવારના પગ તળે જમીન સરકી ગઇ હતી. પરંતુ પરિવારે હિંમત દાખવીને આ અંગેની પોલીસમાં જાણ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને જાણ કરાતા ઘટનાની ગંભીરતા જોઇને આ અંગેનો ગુનો નોંધીને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *