શનિવારે, દેશમાં ઓમિક્રોન(Omicron in India) વેરિઅન્ટના 30 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા શુક્રવારે 26 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં ઓમિક્રોન (Omicron in Gujarat) સંક્રમણની ગતિ વધી રહી છે. આ રીતે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 143 કેસ નોંધાયા છે. દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોન ચેપ જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ દેશમાં ચિંતાનું કારણ છે. જોકે, નિષ્ણાતોએ કોરોના(Corona)થી બચવાના ઉપાયો અપનાવવાની વાત કરી છે.
શનિવારે, દેશમાં ઓમિક્રોનના રેકોર્ડ 30 નવા કેસ નોંધાયા હતા. આમાં તેલંગાણામાં 12, મહારાષ્ટ્રમાં આઠ, કર્ણાટકમાં છ અને કેરળમાં ચાર નવા કેસ સામેલ છે. દેશમાં સતત ત્રીજા દિવસે ઓમિક્રોનના કેસોમાં એક દિવસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 26 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે આ સંખ્યા 14 હતી. મંગળવાર અને બુધવારે 12 કેસ નોંધાયા હતા.
દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48 કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 22, તેલંગાણામાં 20, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 11, ગુજરાતમાં સાત, ઉત્તર પ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે.
ICMRએ ચિંતા વ્યક્ત કરી:
ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે દેશના 24 જિલ્લામાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમણ દર પર ચિંતા વ્યક્ત કરી છે અને ટેસ્ટિંગ વધારવાનું કહ્યું છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે ચેપને પાંચ ટકાથી નીચે લાવવાના પ્રયાસો કરવામાં આવશે અને આ સાથે ઓમિક્રોન વેરિઅન્ટ અને તેમના સંપર્કોથી સંક્રમિત લોકોને તાત્કાલિક ઓળખવાની અને અલગ કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.