કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર વિટામિન્સ અને પોટેશિયમ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. અને તેથી દરરોજ કેળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળા ઉપરાંત તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઘણીવાર લોકો કેળા ખાય છે અને તેની છાલ ફેંકી દે છે, પરંતુ તેઓ નથી જાણતા કે તેનાથી આપણા શરીરને શું ફાયદો થઈ શકે છે. કેળાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે અને તેની છાલમાં વિટામિન B6 અને B12 પણ હોય છે.
કેળાની છાલથી સંબંધિત અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો, તે આંખોને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તો આગલી વખતે કેળાની છાલ ફેંકતા પહેલા વિચારી લો. તો ચાલો તમને જણાવીએ કે કેળાની છાલ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ:
રોગપ્રતિકારક શક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વિટામિન એ કેળાની છાલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેને આહારનો એક ભાગ બનાવવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમને ચેપ સામે લડવામાં મદદ મળશે. જો જોવામાં આવે તો, કોરોના સમયગાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા સંબંધિત દરેક વસ્તુનું સેવન કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં કેળાની છાલની મદદ લેવી પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દાંત સફેદ કરવા:
દાંત સાફ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે. જ્યારે પણ દાંત પીળા પડી જાય ત્યારે સફેદ કરવા માટે કેળાની મદદ દદ્વારા તેને સફેદ બનાવો.
હાઈ બીપીઃ
જે લોકોને વારંવાર હાઈ બીપીની સમસ્યા રહેતી હોય તે લોકોએ કેળાની છાલનું સેવન કરવું જોઈએ. કેળાની છાલમાં પોટેશિયમ હોવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
પેટનું પાચન તંત્રઃ
માત્ર કેળા જ નહીં તેની છાલમાં પણ યોગ્ય માત્રામાં ફાઈબર મળી રહે છે. મોટાભાગના લોકો જાણે છે કે પેટની પાચન તંત્ર માટે ફાઇબર કેટલું મહત્વનું છે. તે માટે કેળાની છાલને તમારા આહારનો ભાગ બનાવો ખુબ જ જરૂરી છે.
હાડકાં માટે જરૂરી:
કેળા અને તેની છાલમાં હાડકાં માટે જરૂરી ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે અને તેમાં હાડકા સંબંધિત સમસ્યાઓ ઘણી વાર પરેશાન કરે છે. કેળા અને તેની છાલનું સેવન કરવું જોઈએ.
ત્વચા માટે ફાયદાકારક:
જો તમને ત્વચા પર પિમ્પલ અથવા ખીલનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેળાની છાલ તમારી ત્વચા પર ઘસો. તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં કેળાની છાલનો સમાવેશ કરો. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.