સુરત(Surat): ઓમિક્રોન(Omicron)ના આંતક વચ્ચે શહેરમાં બીજો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દુબઈ ફરીને સુરત આવેલી 39 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના લીધે તેના જીનોમ સિકવન્સિંગની તપાસ માટે પુના લેબમાં મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી રિપોર્ટ ઓમિક્રોન વેરિયન્ટ(Omicron variant) પોઝિટીવ આવતા હાહાકાર મચી ગયો છે. મહિલાની તબિયત હાલમાં સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે અને હરી ફરી શકે છે. પરંતુ પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે તેમને ખાનગી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી તરફ જાણવા મળ્યું છે કે આ મહિલાના સંપર્કમાં આવેલી 78 વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તે તમામના રિપોર્ટ નેગિટિવ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ઉતરાણમાં વીઆઈપી રોડ પર રહેલી ફેશન ડિઝાઈનર 39 વર્ષીય મહિલા 2જી ડિસેમ્બરના રોજ 18 વર્ષના પુત્ર અને 19 વર્ષની પુત્રી સાથે સુરતથી દુબઈ ગયા હતા અને ત્યાં ત્રણ દિવસ માટે રોકાયા હતા. પાંચમીએ તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સુરત પાછા ફર્યા હતા. ત્યાર પછી તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે તેમણે 8મીએ અચાનક શરદી, ખાંસીની તકલીફ જણાઈ આવી હતી, જેના કારણે તેમણે તબીબને મળી પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ ફરી 13 તારીખના રોડ સુરત શારજાહાં ફ્લાઈટમાં જવા માટે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા.
આ દરમિયાન અહીં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ મળી આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક તંત્રએ સુરત એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું હતું. જે રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમને સામાન્ય લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.
જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.