ભાજપને હરાવવા શું છે આપની વ્યૂહરચના? ચૂંટણી જીતવા બનાવાશે નવું સંગઠન અને…

ગુજરાત(Gujarat): વર્ષ 2022 ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ(BJP)ની સાથે આમ આદમી પાર્ટી(AAP) ચુંટણીને લઈને તડામાડ તૈયારીઓ કરી…

ગુજરાત(Gujarat): વર્ષ 2022 ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ(BJP)ની સાથે આમ આદમી પાર્ટી(AAP) ચુંટણીને લઈને તડામાડ તૈયારીઓ કરી રહી છે. AAP દ્વારા હવે ઉત્તર ગુજરાત પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં કેજરીવાલની આ ચોથી ગુજરાત મુલાકાત છે. ભાજપના ગઢ ગણાતા મહેસાણા(Mehsana)માં 2 દિવસ પહેલા AAPના સંયોજક અને દિલ્હીના અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં ઉમટી પડ્યા હતા.

અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં મહેસાણામાં યોજાયેલી તિરંગા યાત્રા બાદ આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતના માળખાને વિખેરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રદેશ પ્રમુખને બાદ કરતા તમામ હોદ્દા રદ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપની રણનીતિના ભાગરૂપે વર્તમાન માળખાને વિખેરી દેવામાં આવ્યું છે. બહુ ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે.

 

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી. તે દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, જ્યારે માનનીય ઈસુદાનભાઈ ગઢવી પાર્ટીમાં જોડાયા ત્યારબાદ તેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જનસંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંવેદના કાર્યક્રમ પછી આમ આદમી પાર્ટીએ ધરણાંઓ, પ્રદર્શનો, રેલીઓ, જાહેર સભાઓ, જનતાને લગતા પ્રશ્નો પર સંવાદો જેવા કાર્યક્રમો કરીને પાર્ટી ખુબ જ ઝડપથી આગળ વધી. ત્યારબાદ અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા, રાજકોટમાં જાહેર સભા, સમગ્ર ગુજરાતના ખુણે-ખુણેથી પરિવર્તન યાત્રા પસાર થઈ અને મહેસાણામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટીએ લાંબા સમય સુધી અનેક કાર્યક્રમો કર્યા અને આ કાર્યક્રમો થકી આમ આદમી પાર્ટીને ગુજરાતના ખૂણે-ખૂણેથી અભૂતપૂર્વ જાહેર સમર્થન મળ્યું. ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલની બદલાવની હાકલ સ્વીકારી અને આમ આદમી પાર્ટીના વિચારો ઘરે-ઘરે પહોંચ્યા. દિલ્હીમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર અરવિંદ કેજરીવાલે કરેલા કામને આજે ગુજરાતની જનતા જાણી ચુકી છે.

અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આજે હજારો લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે હજારો યુવાનો અને ઘણા મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હજારો લોકોના જોડવાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબુત બની છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ પોતાના પૈસા ખર્ચીને, પાર્ટીને મજબૂત કરી છે. પોતાનો સમય આપીને, પાર્ટીને આગળ લઈ ગયા છે. રાજ્ય સંગઠનના આગેવાનોથી માંડીને જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને બૂથના કાર્યકર્તાઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે. આ બધાની મહેનતને કારણે આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી પહેલા જ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી ગઈ છે. આજે હું આ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું.

ભાજપ માત્ર આમ આદમી પાર્ટી થી ડરે છે અને તેનો સંપૂર્ણ શ્રેય કાર્યકર્તાઓને જાય છે. ભાજપે પણ આમ આદમી પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્વીકારી લીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ, ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ બનાવી છે. આ વ્યૂહરચના ઘણા અભ્યાસ બાદ બનાવવામાં આવી છે. આ રણનીતિને ચૂંટણી સુધી કાર્યરત રાખવા માટે એક ખુબ વિશાળ સંગઠનની જરૂરિયાત ઉભી થઈ છે. સંગઠનમાં નવા આવનારાઓને તેમની ક્ષમતા અનુસાર સ્થાન આપવું જરૂરી છે. આથી જ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં તાજેતરના સંગઠનમાં કેટલાક ફેરફારોની જરૂરિયાત ઊભી થઈ છે અને તેથી જ ગુજરાતનું સમગ્ર સંગઠનનો ભંગ કરી દેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ પ્રમુખ સિવાય તમામ પ્રદેશ માળખું, તમામ મોર્ચાઓ તથા મિડિયા ટીમ, સોશિયલ મિડિયા ટિમ, લીગલ ટિમ સહિત તમામ માળખાનો પણ ભંગ કરી દેવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુ મોટા અને શક્તિશાળી સંગઠનની જાહેરાત કરવામાં આવશે. હું આમ આદમી પાર્ટીને આગળ વધારવા માટે પોતાનો પરસેવો પાડીને મહેનત કરી રહેલા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *