સમગ્ર વિશ્વભરમાં કોરોના(Corona)ના અત્યંત ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ ખતરનાક પ્રકાર હવે ભારતમાં આંતક મચાવી રહ્યો છે. ધીમે ધીમે ઓમીક્રોનના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના અને ઓમિક્રોનના કેસમાં વધારો થતો રહેશે તો આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવતા જરા પણ વાર નહિ લાગે.
ઓમિક્રોનની સાથે દેશમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. તેથી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક જ શાળાના 29 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે શાળા સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જણાવી દઈએ કે, નાદિયાના કલ્યાણીમાં નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. હવે શાળાના તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ગઈકાલે હિમાચલ પ્રદેશની એક શાળામાં 23 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે દેશમાં 247 નોંધાઈ ચુકી છે. તેમાંથી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ, દિલ્હીમાં 57 કેસ, તેલંગાણામાં 24 કેસ, રાજસ્થાનમાં 22 કેસ, કર્ણાટક તેમજ હરિયાણામાં 19 કેસ નોંધાયા છે. બીજી બાજુ બુધવારના રોજ ગુજરાતમાં ઓમિક્રોનના નવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 23 કેસ નોંધાઈ ચુક્યા છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.
જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.