એક મુસલમાન વકીલે કરી ફરિયાદ- મસ્જીદ પરના અજાન ના લાઉડ સ્પીકર બંધ કરાવો

હરિયાણામાં(Haryana) એક મુસ્લિમ વકીલે મસ્જિદોમાં લગાવેલા લાઉડ સ્પીકર(loudspeakers) પર વહેલી સવારે અજાણ ના અવાજ સામે વાંધો ઉઠાવ્યો. આ પાણીપત(Panipat) ના વકીલનું કહેવું છે કે રોજે…

હરિયાણામાં(Haryana) એક મુસ્લિમ વકીલે મસ્જિદોમાં લગાવેલા લાઉડ સ્પીકર(loudspeakers) પર વહેલી સવારે અજાણ ના અવાજ સામે વાંધો ઉઠાવ્યો. આ પાણીપત(Panipat) ના વકીલનું કહેવું છે કે રોજે સવારે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સવારે જાગીને વાંચતા હોવાથી વહેલી સવારે આ લાઉડ સ્પીકર બંધ કરવા જોઈએ. આ એડવોકેટ મોહમ્મદ આઝમ ખાન(advocate Mohammad Azam Khan) એ કોર્ટેના આદેશ સાથે એસટી(ST) અને ડીસી(DC) ને ફરિયાદ કરી છે.

મોહમ્મદ આઝમ એ પાણીપત જિલ્લા પ્રશાસન ને અપીલ કરી છે કે હરિયાણા પંજાબ હાઈકોર્ટના(Haryana Punjab High Court) આદેશ મુજબ પાણીપતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મસ્જિદો અને મંદિરોમાં લાઉડ સ્પીકર નો ઉપયોગ બંધ કરાવવામાં આવે. અને હા જલ્દીથી કરાવવામાં આવે કેમકે સમગ્ર હરિયાણામાં ધોરણ ૧૦ અને ૧૨ સહિત બીજા અન્ય વર્ગોના પેપર ચાલી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને વાંચવામાં અડચણરૂપ થાય છે.

તેઓએ કહ્યું કે વહેલી સવારે વિદ્યાર્થીઓને વાંચવામાં દખલ પાડે છે અને વહેલી સવારે શરૂ થયેલા લોકો ની ઊંઘ આ લાઉડ સ્પીકર બગાડે છે. ક્યારે કોઈ પણ નાગરિક બરાબર સમજી શકતા નથી ત્યારે તે નાગરિક નો આખો દિવસ ખરાબ થાય છે. 22/8/19 ના આ દેશને માનનીય હાઇકોર્ટની પિટિશન નંબર 6263 મુજબ પંજાબ અને હરિયાણામાં રાત્રે દસ થી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર બંધ રાખવા માટે વિશેષ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેનું પાલન અત્યારે થઈ રહ્યું નથી.

હાલના સમયમાં પણ વહેલી સવારે ત્રણ વાગ્યે આ લાઉડ સ્પીકર ચાલુ થઈ જાય છે . જેના કારણે પરીક્ષાની તૈયારી કરતા બાળકો અને હોસ્પિટલોમાં સૂતેલા દર્દીઓ જાગી જાય છે. એડવોકેટ આઝમે ડીસી સુશીલ અને એસપી શશાંક(SP Shashank Sawan) સાવનને એક મેમોરેન્ડમ સબમિટ કરીને જાહેર હિતમાં લાઉડસ્પીકરનો નિયત સમય મુજબ ઉપયોગ કરવાની માંગ કરી છે.

ઉપરાંત વકીલે માંગ કરી છે કે ટૂંક જ સમયમાં આ લાઉડ સ્પીકર બંધ કરવામાં આવે કેમકે અત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા ચાલી રહી હોવાથી તે વિદ્યાર્થીઓ વહેલી સવારે જાગીને વાંચે છે. તે લોકોને વાંચવામાં ખલેલ પહોંચે છે. જેની માઠી અસર પરિણામ પર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *