ઉમેદવારનું ચુંટણી નિશાન હતું ટેબલ અને લોકો મતદાન મથકના ટેબલ પર સિક્કો ઠોકીને થયા ચાલતા – જાણો ક્યાં બન્યું આવું

ગુજરાત(Gujarat): રાજ્યમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી(Gram Panchayat Election) યોજાઇ ગઇ હતી અને આ ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ ગયા હતા. જોકે આ ગત ચૂંટણીમાં જ દાહોદ(Dahod) જિલ્લામાં એક એવી ઘટના બની ગઈ કે, આ સાંભળીને કોઈ વ્યક્તિને વિશ્વાસ પણ નથી થતો. શું આજના યુગમાં પણ આટલી બધી ઘોર અજ્ઞાનતા હોઈ શકે ખરી? ગ્રામજનોની અજ્ઞાનતા અને નિરક્ષરતાનાને કારણે જે મહિલા ઉમેદવાર જીતવાના હતા એ હારી ગયા હતા.

સમગ્ર ઘટનાને વિગતવાર જાણવામાં આવે તો, દાહોદ જિલ્લાના સાહડા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક મહિલા ઉમેદવારનું ચુંટણી નિશાન ‘ટેબલ’ હતું. આથી, તેમના ટેકેદારો દ્વારા ગ્રામજનોને ટેબલ પર સિક્કો મારવાનું કહેવામાં આવ્યું હતું. જેને લીધે મોટાભાગના મતદારોએ પણ પોતાના દિમાગમાં ‘ટેબલ’ જ ફીટ કરી લીધું હતું કે આપડે સૌને ટેબલ પર જ સિક્કો મારવાનો છે.

બસ આ એક ટેબલના લોચામાં જ જીતની આખે આખી બાજી પલટી ગઈ હતી. કારણ કે, જ્યાં વોટ આપવા જવાનું હતું ત્યાં પણ એક ટેબલ રાખવામાં આવ્યું હતું એટલે મતદારોએ બેલેટ પેપરમાં રહેલા ટેબલના નિશાન પર સિક્કો મારવાની જગ્યાએ મતદાન કુટીરમાં રાખવામાં આવેલા ટેબલ ઉપર જ સિક્કા મારીને ચાલતા થયા હતા અને બેલેટ પેપર સાવ કોરેકોરા જ મત પેટીમાં નાખીને ચાલતા થયા હતા.

મજાની વાત તો એ છે કે, આ ગ્રામ પંચાયતના મતદાન મથકમાં 198 મત રદ થયેલા નીકળ્યા હતા, જેમાંથી મોટાભાગના બેલેટ પેપર કોરા નીકળ્યા હોવાના લીધે મત રદ થયા હતા. જે મહિલા ઉમેદવાર નું નિશાન ટેબલ હતું તેને 544 મળ્યા હતા અને સામાપક્ષે વિજેતા થયેલા મહિલા ઉમેદવારને 575 મત મળ્યા હતા. આ પરથી કહી શકાય કે, લોકોના અજ્ઞાનનો ભોગ એક ઉમેદવારને બનવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *