સમગ્ર વિશ્વમાં કોરોનાએ તો હાહાકાર મચાવ્યો છે પરંતુ સાથે સાથે ઓમિક્રોને પણ પોતાનો આંતક ફેલાવ્યો છે. કોરોના(corona virus) અને ઓમિક્રોન(omicron)ની દશેહત વચ્ચે અમદાવાદમાં રોગચાળો પણ ખુબ જ વધી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે જઈ રહેલા 40થી 50 ટકા લોકોમાં ગળામાં દુ:ખાવો અને શરદી-ખાંસીની તકલીફ જોવા મળી રહી છે. આવી તકલીફ પાછળ વાઈરલ ઈન્ફેક્શન(viral infection) હોવાની સંભાવના વધુ હોય છે. પરંતુ ગળામાં દુ:ખાવો, શરદી-ખાંસી સાથે તાવ આવતો હોય તો કોરોનાનો ટેસ્ટ(corona test) કરાવવાની ડોકટરો સલાહ આપી રહ્યા છે. લોકોએ જરા પણ ડર રાખ્યા વિના બ્લડ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટમાં WBC કાઉન્ટ ઓછા જણાય તો તરત જ કોવિડ ટેસ્ટ કરાવવો એ આપણી ફરજ બને છે.
આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન:
કોરોનાનો ડેલ્ટા અને ઓમિક્રોન પ્રકાર(omicron variant) વ્યકિતના WBC કાઉન્ટ પર અસરકારક હોય છે. જેથી વ્યકિતને અશક્તિ અને સાથે શરીરના દુખાવાની તકલીફ થતી જોવા મળે છે. દવા લેવા આવતા લોકોમાં 10માંથી 4 દર્દીમાં ગળામાં દુ:ખાવો, ગળું ભારે લાગવું અને શરદી-ખાંસીની તકલીફો જોવા મળે છે. આ સમસ્યાઓમાં લોકોએ જાતે દવા લેવાનું ટાળવું જોઈએ અને તબીબોની સલાહ મુજબ યોગ્ય સારવાર લેવી જોઈએ.
‘કોરોના વાયરસ સામે દેશની લડાઈને મજબૂત બનાવશે’
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ નાતાલના અવસર પર દેશના લોકો સાથે મહત્વપૂર્ણ નિર્ણયો શેર કરી રહ્યા છે. તેમણે કહ્યું, “જે બાળકોની ઉંમર 15 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, હવે દેશમાં રસીકરણ શરૂ થશે. તે 2022માં 3 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે આ નિર્ણય માત્ર કોરોના વાયરસ સામેની દેશની લડાઈને જ મજબૂત બનાવશે નહીં, તેનાથી શાળા-કોલેજોમાં જતા બાળકો અને તેમના માતા-પિતાની ચિંતા પણ ઓછી થશે.
વડા પ્રધાને કહ્યું, “આપણે બધાએ અનુભવ કર્યો છે કે આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરોએ મોટું યોગદાન આપ્યું છે. તે હજી પણ પોતાનો ઘણો સમય કોરોના વાયરસના દર્દીઓની સેવામાં વિતાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.