ક્યારેય નહિ જોયો હોય આવો હ્રદય કંપાવનારો ગોઝારો અકસ્માત- જુઓ કેવી રીતે ગણતરીની સેકન્ડોમાં ચાર લોકો મોતને ભેટ્યા

અકસ્માતના કારણે દરરોજ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે, હાલ આવો જ એક અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સાથે ચાર લોકોના દર્દનાક મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે જોનારાની આંખો ફાટી ફાટી રહી ગઈ હતી. એક નાની ભૂલના કારણે ચાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

અકસ્માતનું કારણ જ ભૂલ છે, ઘણી ઘટનાઓમાં સામેવાળા વ્યક્તિની ભૂલના કારણે પણ મોટા અકસ્માત સર્જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં બની છે. પીકપ ગાડી બેકાબૂ થઈ હતી અને એક બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બે મહિલાઓ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હતા. સીસીટીવી કેમેરામાં હ્રદય કંપાવનારો આ અકસ્માત કેદ થયો હતો.

શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે, ઝીરોતા ગામ પાસે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જયપુર-આગ્રા નેશનલ હાઈવે-૨૧ પર સર્જાયેલા આ ગંભીર અકસ્માતે એક સાથે ચાર લોકોના જીવ લીધા હતા. તમને જણાવી દઈએ કે, બાઈક પર ત્રણ જણા સવાર થઇને જઇ રહ્યા હતા, તે દરમિયાન પીકપ ગાડીએ કાબુ ગુમાવ્યો અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર થઈને લોકોના મોત થયા હતા, સાથોસાથ એક ગાડીમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, બાઈક પર સવાર ત્રણેય લોકો, સબંધીને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોત બનીને આવેલી પીકઅપ ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ત્રણે લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો હતો, અને વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ગણતરીની સેકંડોમાં આ ભયંકર અકસ્માત સર્જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *