રામમંદિર બાદ ભાજપને મળ્યો વધુ એક ધર્મના નામે રાજકારણનો મુદ્દો- હવે હનુમાન જન્મભૂમી વિવાદ ચર્ચામાં

ભાજપને ધર્મના નામે રાજકારણનો વધુ એક મુદ્દો મળી ગયો છે. કર્ણાટક(Karnataka)માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગલિયારામાં એવી ચર્ચા ચાલી…

ભાજપને ધર્મના નામે રાજકારણનો વધુ એક મુદ્દો મળી ગયો છે. કર્ણાટક(Karnataka)માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગલિયારામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાત(Gujarat)ની સાથે કર્ણાટકમાં નવેમ્બર(November) 2022માં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ રાજ્યમાં હિન્દુત્વના મુદ્દે દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે.

તેમાં આંધ્રપ્રદેશ(Andhra Pradesh) સાથે કર્ણાટકનો છેલ્લા થોડા સમયથી ભગવાન હનુમાનના જન્મસ્થળને લઈને ચાલી રહેલા વિવાદને મુદ્દો બનાવવાનું સામેલ છે. આ અંગે ભાજપના રણનીતિકારોનું કહેવું છે કે, દક્ષિણમાં અયોધ્યા(Ayodhya) સમાન આવો જ મુદ્દો બની શકે છે. તેની મદદથી ભાજપ કર્ણાટકમાં સત્તામાં વાપસી કરી શકે છે.

તાજેતરમાં કર્ણાટકમાં હિજાબના મુદ્દે ભાજપને રાજકીય રીતે ફાયદો થયો છે. બીજી તરફ કર્ણાટકમાં હલાલ માંસના વેચાણ, હિંદુ મંદિરોમાં મેળાઓમાં મુસ્લિમ વિક્રેતાઓ દ્વારા સ્ટોલ લગાવવા અને લવ જેહાદના મુદ્દે ચાલતા આંદોલનથી ભાજપને ફાયદો થયો છે. હનુમાન જન્મસ્થળી તરીકે ભાજપ નવો મુદ્દો બનાવે તેવી અપેક્ષા છે.

વિશ્વ હિન્દુ પરિષદ હાલમાં હનુમાનના જન્મસ્થળને ચૂંટણીનો મુદ્દો બનાવવાની તૈયારીઓને લઈને પક્ષમાં નથી. વિહિપના સંગઠન મંત્રી બસવરાજે કહ્યું કે આ મુદ્દો હિંદુ સમાજમાં ક્ષેત્રના આધારે ભાગલા પડવાની આશંકા છે. આંધ્રપ્રદેશમાં હિન્દુ મતદારો નારાજ થઈ શકે છે.

ભાજપના રણનીતિકારોનું માનવું છે કે, આંધ્રપ્રદેશ સામે હનુમાન જન્મસ્થળનો મુદ્દો ઉઠાવીને કર્ણાટકને વધુ ફાયદો થવાની સંભાવના છે. આંધ્રપ્રદેશમાં ભાજપનું રાજકીય મેદાન અત્યારે એટલું મજબૂત નથી. કર્ણાટકના ચિકમંગલુરુમાં દત્તાત્રેય પેટાના મુદ્દા પર, ભાજપે હિન્દુત્વની માંગને ટેકો આપ્યો અને મલનાડનમાં ઘણી બેઠકો મેળવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *