સુરત(Surat): શહેરના છાપરાભાઠા(Chhaprabhatha) સીતારામ મઢુલી ચાર રસ્તા નજીક ટ્રકની અડફેટે એક બાળકી મોતને ભેટી હતી. વિદ્યાર્થિનીના અકસ્માતના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં બેફામ રીતે દોડતા ટ્રક ચાલકો સામે પોલીસની ઢીલી નીતિને કારણે વધુ એક શ્રમજીવીએ દીકરી ગુમાવી હોવાનું સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 24મીના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી ધોરણ-7ની વિદ્યાર્થિની ઘરે જતા ભર બપોરે એક ટ્રકે કચડી નાખી હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે માસૂમ બાળકીના અકસ્માત કેસમાં લગભગ 36 કલાકની અંદર જ ટ્રક ચાલક જામીન પર છૂટી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
View this post on Instagram
દીપકભાઇની એકની એક પુત્રી દિશાનું રોડ અકસ્માતમાં કાળમુખા ટ્રકના કચડી નાખવાથી કરુણ મોત થયું છે. અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાને કારણે માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તર ઉદાહરણ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી શકાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતના કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને આ દીકરી દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.