દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress)નો આજે 137મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે, નવી દિલ્હી(Delhi)માં પાર્ટી હેડક્વાર્ટરમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) દ્વારા પાર્ટીનો ધ્વજ ફરકાવતા સમયે ધ્વજ નીચે પડી ગયો હતો.
ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે સોનિયા ગાંધી ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે દોરડું ખેંચવામાં આવ્યું ત્યારે તે ખૂલ્યું નહોતું અને પછી સેવાદળના એક કાર્યકર્તાએ દોરડું ખેંચ્યું હતું, જેના કારણે ધ્વજ નીચે પડી ગયો હતો. પરંતુ સોનિયા ગાંધીએ તેને પોતાના હાથમાં પકડી રાખ્યું છે. જો કે, થોડા સમય પછી ફરીથી પાર્ટીનો ધ્વજ સંપૂર્ણ સન્માન અને ધાર્મિક વિધિઓ સાથે ફરકાવવામાં આવ્યો.
આ પ્રસંગે 24, અકબર રોડ સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પાર્ટીના અધિકારીઓ અને નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ પાર્ટી સ્થાપના દિવસ પર પોતાના સંદેશમાં કહ્યું છે કે આપણી ગંગા-જમુની સંસ્કૃતિને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “દેશનો સામાન્ય નાગરિક અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. લોકશાહી અને બંધારણને સાઇડલાઈન કરવામાં આવી રહ્યું છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ ચૂપ રહી શકે નહીં.”
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 28 ડિસેમ્બર, 1885ના રોજ કરવામાં આવી હતી. તેના સ્થાપકોમાં એ.ઓ. હ્યુમ, દાદાભાઈ નરોજી અને દિનશા વાચા સામેલ હતા. દેશની આઝાદીની લડાઈમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. પાછળથી તે દેશનો મુખ્ય રાજકીય પક્ષ બન્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.