ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોને(Omicron) પણ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના(Corona)ના કેસમાં તો સતત વધારો થઇ રહ્યો છે પરંતુ સાથે સાથે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે જેને કારણે ગુજરાતીમાં ચિંતા વધી છે. આ પ્રકારના કેસો દિવસેને દિવસે આવતા રહેશે તો ત્રીજી લહેરને આવતા કોઈ નહિ રોકી શકે.
ત્યારે સુરત(Surat)માં જાણે કોરોની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી હોય તેમ માત્ર એક જ દિવસમાં 50 થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે પૈકી 10 કેસમાં તો શાળાએ ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એમાં પણ પણ સુરતનો અઠવા ઝોન ફરી એક વખત હોટસ્પોટ બની રહ્યો છે. કારણે માત્ર એક જ દિવસમાં અઠવા ઝોનમાં 34 કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ સાથે સેન્ટ્રલ ઝોન 1 કેસ, વરાછા A ઝોનમાં – 1 કેસ, વરાછા B ઝોનમાં 4 કેસ, રાંદેર ઝોનમાં 6 કેસ, કતારગામ ઝોનમાં 3 કેસ, લિંબાયત ઝોનમાં 2 કેસ, ઉધના ઝોનમાં 1 કેસ કોરોનાનો કેસ નોંધાયો છે.
ત્યારે અગાઉ જ સરકાર સતર્ક થઇ ગઈ છે અને રાજ્યોના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરીને રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે સુરત તંત્ર પણ સતર્ક થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં આજથી એટલે કે 28 તારીખના રોજ 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે.
આજથી શહેરમાં આજથી 11 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ થઇ જશે. ચાર કરતા વધુ માણસો જાહેરમાં ભેગા થવા પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને રોકવા માટે આ પ્રકારના કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.