વિશ્વમાં ઘણા લોકો મહિલા સશક્તિકરણની વાત કરતા હોય છે. પરંતુ મહિલાઓને એકલી જોઈને પણ લોકો તેનો લાભ લેતા અચકાતા નથી. ક્યારેક સ્ત્રીઓ દબાઈ જાય છે, પરંતુ આજના યુગમાં છોકરીઓ સેલ્ફ ડિફેન્સ કરતા પણ શીખી ગઈ છે. આ સેલ્ફ ડિફેન્સ વિડીયો આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો લિફ્ટના કેમેરામાં કેદ થયો હતો. જેમાં બુરખો પહેરેલી એક મહિલા લિફ્ટનો દરવાજો બંધ થવાની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન આ એકલી સ્ત્રી સાથે બે છોકરાઓ લિફ્ટમાં ઘુસ્યા હતા. ત્રણથી ચાર સેકન્ડ સુધી લિફ્ટમાં કોઈ હલચલ થઇ ન હતી. પરંતુ આ પછી છોકરાઓએ છોકરી પાસેથી તેની બેગ છીનવવાનો પ્રયાસ શરૂ કર્યો. છોકરાઓએ વિચાર્યું કે તેઓ એકલી છોકરી પાસેથી બેગ છીનવીને ભાગી જશે. ત્યાર પછી શું થયું તે બંનેએ વિચાર્યું ન હતું.
યુવતીએ તરત જ પોતાને બચાવવાના પ્રયાસો કર્યા. છોકરીએ એવી ફાઈટ સિક્વન્સનો ઉપયોગ કર્યો કે માત્ર 10 જ સેકન્ડમાં બંને છોકરાઓ લિફ્ટના ફ્લોર પર પડી ગયા. છોકરીએ બંનેને માર માર્યો હતો. ત્યાર પછી, લિફ્ટનો દરવાજો ખોલતાની સાથે જ છોકરીએ આરામથી તેની બેગ ઉપાડી અને ગેટની બહાર નીકળી ગઈ હતી. જ્યારે બંને છોકરાઓ ત્યાં વિલાપ કરતા જોવા મળ્યા હતા. આ વિડિયો કિનાંજરીન્દ્રસપુત્રી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
આ વીડિયોને શેર કર્યા બાદ 16 લાખથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયોને લાખો વખત જોવામાં પણ આવ્યો છે. દરેક લોકો છોકરીના વખાણ કરી રહ્યા છે. તેમજ સ્વરક્ષણની જરૂર કેમ છે તે પણ કોમેન્ટમાં જણાવવામાં આવી રહ્યું છે. બધાને આશા હતી કે છોકરી ચોરોથી પરાજિત થશે પરંતુ જે થયું તેનાથી બધા ચોંકી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.