સુરત તંત્ર બન્યું એલર્ટ! કોરોનાની ત્રીજી લહેર સામે લડવા શરુ કરી તૈયારીઓ- જાણો શું છે માસ્ટર પ્લાન?

સુરત(Surat): સમગ્ર દેશમાં કોરોના(Corona)ની સાથે સાથે હવે અત્યંત ખતરનાક પ્રકાર ઓમિક્રોને(Omicron) પણ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં તો વધારો થઇ રહ્યો છે. પરંતુ સાથે…

સુરત(Surat): સમગ્ર દેશમાં કોરોના(Corona)ની સાથે સાથે હવે અત્યંત ખતરનાક પ્રકાર ઓમિક્રોને(Omicron) પણ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં તો વધારો થઇ રહ્યો છે. પરંતુ સાથે સાથે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઈને ગુજરાત સરકાર(Government of Gujarat) એલર્ટ બની ગઈ છે અને રાત્રી કરફ્યુ(Night curfew)ના કડક નિયમો લાગુ કરી દીધા છે.

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે હવે સુરત તંત્ર પણ સતર્ક બન્યું છે. સુરત પ્રશાસન દ્વારા સિવિલ હોસ્પિટલમાં 1600 બેડ અને 300 જેટલા ICU બેડની વ્યવસ્થા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની તૈયારી જો આગામી સમયમાં કોરોના બેકાબુ બને તો તેને અનુલક્ષીને કરવામાં આવી છે.

વધુમાં સાથે સાથે 55 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા સુરત તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર નિર્ણયોને અનુલક્ષીને સુરત જીલ્લા કલેકટર દ્વારા રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર સામે કેમ ટકી રહેવું અને કેવી રીતે આવનારા સમયનો સામનો કરવો તે અંગે વાતચીત કરવામાં આવી હતી.

જોવાનું રહ્યું કે, ધીમે ધીમે કોરોનાના કેસમાં પણ દૈનિક વધારો થઇ રહ્યો છે. જેને કારણે સુરતીઓનું ટેન્શન વધ્યું છે. આગામી સમયમાં પણ હજુ વધારે કેસ નોંધાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્રની સાથે સાથે આપણે સૌએ પણ સાવચેત અને સતર્ક રહેવું ખુબ જ અનિવાર્ય છે, નહિતર આગામી સમયમાં એક સાથે અઢળક કેસ નોંધાઈ તો નવાઈ નહી. રાજકીય અને સામાજિક મેળાવડાથી દુર રહેવું એ પણ આ મહામારીમાં એક નાગરિક તરીકેની ફરજ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *