‘કોરોના છે એટલે ક્યાય ફરવા જવાનું નથી’ પિતાની વાતનું માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધો

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા સમગ્ર વિસ્તાર સહીત પરિવારમાં ચકચાર મચી જવા…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા સમગ્ર વિસ્તાર સહીત પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક સગીરાના પિતાએ કહ્યું હતું કે, ઘરના સભ્યોએ બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હતું. પરિવાર બપોરનું ભોજન જમીને ઘર બહાર બેસવા ગયો હતો અને દીકરીએ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો હતો અને આ ઘટના અંગેની જાણ પોલીસને થતા તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવી હતી.

કાઈ ન થવાનું થાય એ માટે પિતાએ દીકરીને ના કહી હતી:
મૃતક સગીરાના પિતા રૂપેશ કુસવાહએ જણાવતા કહ્યું હતું કે, દીકરી ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. જેથી મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડીને બેઠી હતી. એક તરફ કોરોના સંક્રમણ અને બીજી તરફ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન સર્જાય તે માટે ઘરમાં જ રહેવા માટે કહ્યું હતું.

દીકરીને લટકતી જોઈ પરિવારના પગતળે જમીન સરકી ગઈ:
દીકરીના પિતાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, બપોરનું ભોજન કર્યા બાદ પરિવાર ઘર બહાર બેસવા માટે ગયો હતો. 10 મિનિટ પછી બાળકોની બુમાબુમ થવાને કારણે અમે ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકતી જોવા મળી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પરિવારના પગ તળે સરકી ગઈ હતી. બાદમાં નીચે ઉતારી સારવાર માટે લઈ જવામાં આવતા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પરિવારમાં ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *