ગુજરાત(Gujarat): તક્ષશિલા અગ્નિકાંડ(takshashila Fire)નો એ કાળજું કંપાવી દે તેવો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ જીવતે જીવતા આગમાં હોમાઈ ગયા હતા. ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટ(gujarat highcourt) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા આરોપી બિલ્ડર દિનેશ વેકરિયાને હાઇકોર્ટે રૂપિયા 35 લાખ 60 દિવસમાં ભરવાની શરતે જામીન પર મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ અગ્નિકાંડના કુલ 14 આરોપીઓ પૈકી 13ને જામીન પર છુટકારો મળી ચુક્યો છે. ત્યારે હવે જેલમાં આરોપી માત્ર ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણી જ છે.
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા. સુરત પોલીસ દ્વારા આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન બિલ્ડર દિનેશ વેકરિયાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આરોપી દ્વારા હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જે કોર્ટે મંજૂર રાખી હતી.
સ્થાનિક લેવલે મૂળ ફરિયાદ તરફે આ કેસમાં એડવોકેટ પિયુષ માંગુકિયા દ્વારા દલીલો કરવામાં આવી હતી. આ દરમિયાન હાઇકોર્ટે વાલીઓને વળતર રૂપે 60 દિવસમાં 35 લાખ ચૂકવવાની શરતે આરોપી વેકરિયાને જામીન પર મુકત કરતો હુકમ કરવામાં આવ્યો હતો.
સુરતમાં સમગ્ર દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. જે ઘટના 24મી મે, વર્ષ 2019 સમય સાંજના 4 કલાક આસપાસની આ વાત છે સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા અને પગતળેથી જમીન સરકી ગઈ હતી. એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી જેમાં 22 જેટલા માસુમની ફૂલ જેવી જિંદગી કરમાઈ ગઈ. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા નીચે કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં આવી ચુક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.