સુરતમાં ધાબા પર બર્થ ડે ઉજવી ફેક્યો પોલીસને ખુલ્લો પડકાર- તલવાર સાથે ડાન્સ કરીને કોરોનાને આપ્યું ખુલ્લું આમંત્રણ

સુરત(Surat): જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મ માં હવે અગાસી પર હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી(Birthday celebrations)નો વીડિયો વાઇરલ(Video viral) થતા ચર્ચાનો વિષય બન્યો…

સુરત(Surat): જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મ માં હવે અગાસી પર હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી(Birthday celebrations)નો વીડિયો વાઇરલ(Video viral) થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ મજબૂત સરકારની સુરક્ષિત પોલીસની લાચાર કામગીરી વચ્ચે લીંબાયત(Limbayat)ના કુમાર નગરની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરી પોલીસને પડકાર આપતો જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે. વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતા યુવાનો નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પાર્ટી અભી બાકી હે ની બૂમો રાત્રીના અંધારા અને ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે ચોક્કસ કોઈ ભારી મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ કા માથાભારે ઈસમ હોવો જોઈએ. હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણી એ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લીંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જોઈએ.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે એનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલો મીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશો ની ઉંઘ બગાડી શકે છે પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલીગ ના નામે માત્ર મજાક થઈ રહ્યો છે લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *