અમેરિકા(America)માં ડોક્ટરોની ટીમે એક ચમત્કાર કર્યો છે. આ ટીમે 57 વર્ષના માણસમાં જીનેટિકલી-મોડીફાઈડ ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ(Pig heart transplant) કર્યું છે. મેડિકલ ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે અને એવું માનવામાં આવે છે કે આનાથી અંગદાનની અછતને પહોંચી વળવામાં મદદ મળશે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે આ સંબંધમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ઐતિહાસિક ટ્રાન્સપ્લાન્ટ(Historical transplant) શુક્રવારે કરવામાં આવ્યું હતું.
અનેક રોગોથી પીડાતો હતો દર્દી:
તબીબોનું કહેવું છે કે, ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી સંપૂર્ણપણે ઠીક છે. જો કે, આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હાલમાં ચોક્કસ નથી, પરંતુ આ સર્જરી પ્રાણીઓથી મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટના સંદર્ભમાં એક સીમાચિહ્નથી ઓછી કહી શકાય નહીં. ડેવિડ બેનેટ નામના દર્દીમાં અનેક ગંભીર બીમારીઓ અને ખરાબ સ્વાસ્થ્યને કારણે માનવ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું ન હતું. એટલા માટે ડોક્ટરોએ તેને જીનેટિકલી મોડીફાઈડ ડુક્કરનું હૃદય આપ્યું.
ડૉક્ટરોની નજર દરેક ધબકારા પર:
હાલમાં દર્દી સ્વસ્થ થઈ રહ્યો છે અને ડોકટરો તેના શરીરમાં ડુક્કરનું હૃદય કેવી રીતે કામ કરે છે તેના પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે. મેરીલેન્ડના રહેવાસી ડેવિડે કહ્યું, ‘મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, કાં તો મરી જાઉં અથવા આ ટ્રાન્સપ્લાન્ટ કરાવું. મારે જીવવું છે, હું જાણું છું કે તે અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ તે મારી છેલ્લી પસંદગી છે. ડેવિડ છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી પથારીમાં છે અને હવે તે શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ છોડવા માંગે છે.
ગયા વર્ષે મંજૂરી મળી હતી:
તમને જણાવી દઈએ કે નવા વર્ષ પહેલા, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પરંપરાગત ટ્રાન્સપ્લાન્ટ ન હોવાના કિસ્સામાં અંતિમ પ્રયાસ તરીકે આ ઇમરજન્સી ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી હતી. સર્જરી દ્વારા ડુક્કરના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ. બાર્ટલી ગ્રિફિથે જણાવ્યું હતું કે આ એક સફળ સર્જરી હતી અને તેની સાથે અમે અંગોની અછતની કટોકટી દૂર કરવાની દિશામાં એક પગલું આગળ વધ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.