ગુજરાત(Gujarat): રાજ્ય સરકારે ગત વર્ષે સેવા સેતુ યોજના(Seva Setu Yojana) શરૂ કરી હતી. આ યોજના ગુજરાતના તમામ રહેવાસીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. કારણ કે છેવાડા ના રહેવાસીઓ વિવિધ લોક કલ્યાણ ઇલેક્ટ્રોનિક(Public Welfare Electronic) યોજનાઓનો લાભ તેમના ઘરના ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા મેળવી શકે એ હેતુ થી સરકાર ના તમામ વિભાગો જે તે ગામ માં જઈ ને લોકોને કોઈપણ પ્રકારના દાખલા ઘર બેઠા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ યોજના અંતર્ગત ગત તારીખ 15 જાન્યુઆરી ના રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ના મહાલ ખાતે આયોજન કરાયુ હતું. આ કાર્યકમમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ માજી સરપંચ જમસુ લોત્યા હાજર નહીં રહેતા સ્થાનિકો યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરના યોજાયેલ ચૂંટણીમાં માજી સરપંચ જમસું લોત્યા ની ભૂંડી હાર થઈ હતી જેના કારણે માજી સરપંચ જમસૂ લોત્યા 19 જાન્યુઆરી 2022 સુધી સરપંચ તરીકે ચાલુ હોવા છતાં સેવા સેતુ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા રહેઠાણનો દાખલો લેવા આવેલા આદિવાસી મજૂરો નારાજ થઈને ઘરે ગયા હતા.
તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા જ્મસુ લોત્યાની દીકરી રક્ષાને સમર્થન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષ માં સરપંચ તરીકે જમસુ લોત્યા એ મહાલ ગ્રુપ ગ્રામ પંચાયતના 5 ગામો મહાલ, સાવરદા કસાડ , ઢોંગીઆંબા , લહાનક્સાડ કે મોટી ક્સાડ જેવા ગામો માં માત્ર કાગળ ઉપર વિકાસ કર્યો હતો.જેથી સ્થાનિકો એ જમસુ લોત્યાની આખી પેનલને ભૂંડી હારનો રંગ ચખાડ્યો હતો અને શિક્ષિત મહિલા સારિકાબેન પ્રવીણભાઈ વળવીને સરપંચ તરીકે ચુંટી લાવ્યા હતા.
સારિકા વળવી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે પરંતુ સરપંચ તરીકેનો પદભાર 19 મી જાન્યુઆરીએ સંભાળશે. જેથી હાલ માં સરપંચ તરીકે જમસુ લોત્યા હોય સરપંચ તરીકે સહી એમની જ ચાલે છે. જેથી હારના કારણે અંગત અદાવત રાખી પોતે અવળચંડાઈ કરીને ગામ બહાર નીકળી ગયા હતા અને સરકારના સેવસેતું કાર્યક્રમ ને નિષ્ફળ બનાવવા મહેનત કરી હતી.
જમસુભાઈ લોત્યા ઇરાદાપૂર્વક ગેરહાજર રહ્યા અને એમના કારણે 100 થી વધુ લોકોના આધારકાર્ડ નું કામ અટકી ગયું.હું સરપંચ તરીકે ચૂંટાઈ આવી પણ 19 મી જાન્યુઆરી એ કાર્યભાર સોંપશે જેથી તમામ દાખલાઓમાં જૂના સરપંચની જ સહી ચાલે છે અને પૂર્વ સરપંચના આ વલણથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.