ગમખ્વાર કાર અકસ્માતમાં બિદડાના વેપારીનું મોત થતા આઘાતમાં મુકાયો પરિવાર – ‘ઓમ શાંતિ’

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુન્દ્રા(Mundra) તાલુકાના ભુજપર(Bhujpar) પાસે…

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુન્દ્રા(Mundra) તાલુકાના ભુજપર(Bhujpar) પાસે ગઈકાલે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બિદડા (Bidda)ના વયસ્ક વેપારીનું કરુણ મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, 20/5ના રોજ સાંજે લગભગ 5.48ના અરસામાં ભુજપુર ધોરીમાર્ગ પર ગેલડા જવાના રસ્તે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં દોહિત્રીની કરાટે સ્પર્ધામાં પુત્રી સાથે ભાગ લેવા ગયા બાદ શંખેશ્વર દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બિદડામાં જલારામ કલેક્શન નામે દુકાન ધરાવતા વયસ્ક વેપારી દિલીપભાઈ વિરા (ઉ.વ.66) માર્ગ પરથી અચાનક પસાર થયેલ મહિલાને બચાવા ગયા હતા. તેથી તેમણે ફુલસ્પીડમાં પોતાની અલ્ટો કારને બ્રેક મારતાં નસીબજોગે તેનું ટાયર ફાટ્યું હતું.

ટાયર ફાટવાને કારણે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી સારવાર અર્થે મુન્દ્રાના સામુહિક કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યુ હતું. બનાવને પગલે મુન્દ્રા પોલીસે વિધિવત ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. તેમના મોતના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *