સોખડાના ‘ગુંડા’ઓના ડરથી માર ખાનાર અનુજનો પરિવાર કોના ડરથી થઇ ગયો ફરાર? પોલીસને જવાબ લખાવવા પણ ન આવ્યો

ગુજરાત(Gujarat): હરિધામ-સોખડા(Haridham-Sokhada) વિવાદનો કોકડો હજુ ગૂંચવાયેલો છે. ત્યારે સંતોના ડરથી છેલ્લા 11 દિવસથી ભૂગર્ભમાં ઉતરેલા અનુજ ચૌહાણ(Anuj Chauhan)ના સોમા તળાવ(Soma Lake) પાસે આવેલ ઘરના દરવાજે તાલુકા પોલીસે રવિવારના રોજ ત્રીજી નોટીસ ચોટાડીને અનુજને તાલુકા પોલીસ સ્ટશનમાં 3 દિવસમાં હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. જો તે 3 દિવસમાં હાજર નહીં થાય તો પોલીસે અરજીને લગતી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવે તેમ પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે 16 જાન્યુઆરીના રોજ ફટકારેલી નોટીસમાં જણાવતા કહ્યું છે કે, 7 જાન્યુઆરીની ઘટનામાં અરજદાર તરીકે અનુજ ચૌહાણનું નિવેદન લેવાનું હોવાને કારણે 3 દિવસમાં ભદ્ર કચેરી સ્થિત તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે નોટીસ આપવામાં આવેલ  છે. જ્યારે આ મામલા અંગે પોલીસ દ્વારા અગાઉ 2 નોટિસ આપવામાં આવી છે. ત્યારે જો હવે અરજદાર આગામી 3 દિવસમાં હાજર નહી રહી શકે તો પોલીસ આ અરજી અંગે પરિવારને હવે કોઈ કાર્યવાહી કરવી નથી તેવું સમજીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અનુજ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવા ન આવતા પોલીસે સામે ચાલીને અનુજ જ્યાં બોલાવે ત્યાં આવીને નિવેદન નોંધવવા માટે તૈયાર હતી. જોકે અનુજ પોલીસ સ્ટેશન ન આવી કોર્ટમાં પોલીસ વિરૂધ્ધ અરજી કરતા પોલીસ પણ હેરાન પરેશાન થઇ જવા પામી હતી. કોર્ટમાં ફરિયાદ કર્યા પછી અનુજ દ્વારા મીડીયામાં પોલીસના કામથી સંતુષ્ટ હોવાની પણ વાત પણ કહી હતી. આ સમગ્ર મામલા દરમિયાન અનુજના પિતાએ પોલીસનો સંપર્ક સાધી અનુજ સોમવાર સુધી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત થઈ જશે તેવી બાંહેધરી પણ આપી હોવાનું પોલીસ સુત્રોએ જણાવતા કહ્યું હતું.

મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, અનુજ અને તેનો પરિવાર પોલીસ સાથે હવે સીધો સંપર્કમાં નથી. તેને અનેક વખત મેસેજ કરવામાં આવ્યા છે, પરંતું તેનો કોઈ પણ પ્રકારનો જવાબ પણ મળતો નથી અને જ્યારે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. જ્યારે અનુજ અને તેના પરિવારની વાતો તેમના સોશિયલ મીડિયા માધ્યમથી આવતા વિડિયો પરથી જ પોલીસને જાણવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *