પોતાને ફિટ રાખવું, પુરુષો અને સ્ત્રીઓને ખુબ જ પસંદ કરે છે. પુરુષો ઘણી વખત સમય કાઢીને જીમમાં જાય છે, પરંતુ જો ઘરની સ્ત્રીઓ વિશે વાત કરવામાં આવે, તો ઘરની જવાબદારીને લીધે, તેઓ ઘરમાંથી બહાર નીકળી શક્તિ નથી. બાળકોની સંભાળ, ઘરનું કામ, ખોરાક વગેરેની જવાબદારીને કારણે તેઓ તેમના સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપે છે. પરંતુ ત્યાં કેટલીક સ્ત્રીઓ એવી પણ છે જેમણે તેમની જવાબદારીઓ નિભાવ્યા પછી પણ સારું સ્વાસ્થ્ય મેળવ્યું છે.
આજે તમને એવી જ એક ઘરેલું મહિલા વિશે જાણકારી આપવાના છીએ, જેમણે કુટુંબ પણ સાંભળ્યું અને પોતાને ફીટ રાખ્યું હતું. તમને વિશ્વાસ નહિ આવે પરતું આ મહિલાની ઉંમર 47 વર્ષની છે. 47 વર્ષની ઉંમરે આ મહિલાએ 6 પેક્સ વાળી બોડી બનાવી છે. તેઓએ વાતચીતમાં તેમની ફીટનેશની જર્ની અને ટીપ્સ શેર કરી હતી.
47 વર્ષની ઉંમરે પોતાને આટલી ફીટ રખના મહિલાનું નામ કિરણ ઢેબલા(Kiran Dambala) છે. કિરણ હૈદરાબાદમાં રહે છે અને પોતે હાઉસવાઈફ છે. સાથોસાથ કિરણ ફિટનેસ કોચ (fitness coach) પણ છે. કિરણ ઘણા લોકોને ઓનલાઇન અને ઓફલાઇન સ્વાસ્થ્ય માટે ટિપ્સ આપતી રહે છે. મ્યુઝિક ની શોખીન કિરણ એ થોડા સમય પહેલા પ્રોફેશનલ ડીજે નો કોર્સ કર્યો હતો, હાલના સમયમાં પબ અને ક્લબમાં પ્રોફેશનલ ડીજેના નામથી પણ જાણીતી છે.
વાતચીત દરમ્યાન કિરણ જણાવ્યું હતું કે, ચાર વર્ષની ઉંમરથી જ સંગીત ના પ્રોગ્રામ કરે છે. 1999માં તેમના લગ્ન થઇ ગયા હતા. લગ્નની સાથે સાથે જવાબદારીઓનો ભાર વધી ગયો હતો. અને વર્ષ 2003માં દીકરીનો જન્મ થયો હતો અને ત્યારબાદ દીકરાનો. ત્યાર પછી અચાનક જ મગજમાં લોહી જામ થઈ ગયું હતું. ઘણા સમય સુધી તેની દવા ચાલી. આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ બાળકોની સાર-સંભાળ, પરિવારની જવાબદારી અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે કિરણ નું ભજન 74 કિલો થઇ ગયું હતું.
જેમ બાળકો મોટા થતા ગયા, તેમ કિરણ ને વિચાર આવ્યો કે હવે થોડું વજન ઓછું કરી નાખીએ. ત્યારબાદ કિરણે ઘરની નજીક એક જીમ જોઈન કર્યું. શરૂઆતમાં થોડી થોડી એક્સસાઇઝ કરતી હતી. જીમમાં કિરણને લોકો પાસેથી ઘણી પોઝિટિવ વાતો સાંભળવા મળી, જાતે જ મોટીવેટ થઈને કિરણ સખત એક્સરસાઈઝ શરૂ કરી, જેના કારણે વજન પણ ધીરે ધીરે ઘટવા લાગ્યું.
જ્યારે જ્યારે કોઇ ફંકશનમાં જતા હતા, ત્યારે લોકો તેમના વખાણ કરતા હતા. કિરણ તેમાંથી વધુ મોટીવેટ થતા હતા. ત્યાર પછી કિરણ ને વિચાર આવ્યો કે હવે કંઈક અલગ કરવું છે. ત્યાર પછી કિરણ વિચાર્યું કે હવે મસલ્સ અને સિક્સ પેક બનાવીએ. કિરણ પાસે તેમના માટે ઘણો સમય હતો. અને કિરણ એ આ સમયનો સદુપયોગ કર્યો. કિરણ એ લગભગ એક વર્ષમાં ૨૪ કિલો વજન ઘટાડ્યું અને જબરજસ્ત બોડી બનાવી હતી.
બોડી બનતા જ કિરણ એ ફિટનેસ નો કોર્સ કર્યો અને હૈદરાબાદમાં ત્રણ મોટા જીમ ખોલ્યા. આજે કિરણ સેલિબ્રિટી બની ગઈ છે. અત્યાર સુધીમાં કેટલાય સેલિબ્રિટીઓને ટ્રેન પણ કરી ચૂકી છે. જેમાં બાહુબલી મુવી ના ડિરેક્ટર રાજામૌલી અને તમન્ના ભાટિયા પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.