છેલ્લા 65 વર્ષની નાહ્યા નથી આ શખ્સ, વાસી ખોરાક અને ગટરનું પાણી પીવા છતાં હજુ પણ છે એકદમ સ્વસ્થ

હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ નહાવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો ઠંડીને કારણે ગરમ પાણીથી પણ…

હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ નહાવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો ઠંડીને કારણે ગરમ પાણીથી પણ નાહવાનું ટાળે છે. જો કે આવા લોકો એક-બે દિવસના અંતરાલમાં સ્નાન પણ કરે છે. ખરેખર, સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની વિચિત્ર આદતોના કારણે ચર્ચામાં છે.

આ વ્યક્તિએ છેલ્લા 67 વર્ષથી સ્નાન કર્યું નથી. હા, તમે તે એકદમ સાચું વાંચ્યું. 87 વર્ષીય અમો હાજી (Amou Jaji) ઈરાનના રહેવાસી છે. આટલા વર્ષોમાં તેણે પોતાના શરીર પર પાણીનું ટીપું પણ નથી નાખ્યું. તેથી જ તેને દુનિયાનો સૌથી ગંદો માણસ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, અમો હાજી ખાવામાં તાજા ખોરાકને બદલે સડેલા માંસને વધુ મહત્વ આપે છે.

સડેલી વસ્તુઓ ખાઈને કોઈ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સ્વસ્થ કેવી રીતે રહી શકે? સામાન્ય રીતે લોકોને સ્વચ્છતા વિના ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે, પરંતુ હાજી 87 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે. અમો હાજી પર સંશોધન કરી રહેલી ટીમનું આ કહેવું છે. અમો હાજીનું સંપૂર્ણ સ્કેનિંગ કરવાની સાથે સંશોધકોએ તેની રહેણીકરણી પર પણ સંશોધન કર્યું. જે બાદ તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે 67 વર્ષથી નહાયા વગર રહેનાર આ વ્યક્તિ રસ્તા પરના ખોરાક અને ગટરના પાણીના બળ પર સંપૂર્ણ સ્વસ્થ છે.

શા માટે સ્નાન નથી કરતા?
81 વર્ષીય અમો હાજી કહે છે કે, તેણે પોતાની જીવનશૈલી બદલી નાખી છે. ખરેખર, આ વ્યક્તિને લાગે છે કે જો તે સ્નાન કરશે તો તે બીમાર પડી જશે. તેથી જ તેણે એવું જીવન પસંદ કર્યું છે, જેમાં ગંદકી સિવાય બીજું કંઈ નથી. નહાવાના કારણે હાજીનો ચહેરો કાળો અને ખૂબ જ દુર્ગંધવાળો થઈ ગયો છે. તેમની આસપાસ કોઈ ઊભું પણ રહી શકતું નથી. આ જ કારણ છે કે તેઓ લોકોથી દૂર ઈરાનના રણમાં એકલા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ આરામ કરવા માટે સૌથી દુર્ગંધવાળી અને ગંદી જગ્યા પણ શોધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *