ઘેટા બકરાની જેમ તુફાન પર ઠસોઠસ બેસીને લોકો કરી રહ્યા છે મોતની સવારી- જુઓ વાયરલ વિડીયો

ગુજરાત(Gujarat): વાહનોની ઉપર બેસીને વતન જઈ રહેલા લોકો પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. વાહનચાલકો પણ મુસાફરોને…

ગુજરાત(Gujarat): વાહનોની ઉપર બેસીને વતન જઈ રહેલા લોકો પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. વાહનચાલકો પણ મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા(Social media)માં આવો જ એક વિડીયો વાયરલ(Video viral) થઇ રહ્યો છે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો એક વિડીયો સામે આવતા લોકોના ચર્ચાનો વિષય બન્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર વાયરલ થઇ રહેલો આ વિડીયો બરવાળા-અમદાવાદ હાઈવે પરનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ટૂ વ્હીલર તુફાન ગાડીની ઉપર રાખીને લોકો બેસીને જઈ રહ્યા છે. પુરપાટ ઝડપે જઈ રહેલી તુફાન ગાડીમાં ઉપર બેસીને લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. વાહનચાલકની બેદરકારીના કારણે અકસ્માત થઇ શકે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. હાઈવે તુફાન ગાડીમાં આ પ્રકારની મુસાફરી છતા ટ્રાફિક પોલીસ અથવા RTOએ કામગીરી ન કરતા અનેક પ્રકારના સવાલ ઉભા થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, બોટાદમાં તુફાન ગાડીમાં જીવને જોખમમાં મુકીને લોકો મુસાફરી કરી રહ્યા છે. બરવાળા-અમદાવાદ હાઈવે પરના આ વિડીયોમાં ગાડી પર ટૂ-વ્હીલર રાખીને લોકો બેસી રહેલા જોઈ શકાય છે. લોકો પોતાના જીવને જોખમમાં મુકીને ગાડીની ઉપર ખીસોખીસ ભરેલા જોવા મળી રહ્યા છે. ગાડી ઉપર જીવના જોખમે બેઠેલા લોકો અને પુરપાટ ઝડપે ચાલી રહેલી તુફાન ગાડી હાઈવે પર જનારા લોકોના શ્વાસ પર અધ્ધર કરી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વિડીયોને કારણે વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ વિડીયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. આ પરથી કહી શકાય કે, ડ્રાઈવરની એક ભૂલ કેટલા લોકોની જિંદગી ઉઝાડી શકે છે તેનો ખ્યાલ પણ કોઈને નથી. ત્યારે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં ગાડીમાં આ પ્રકારે લોકો બેસીને કેમ મુસાફરી કરી રહ્યા છે? બીજી બાજુ ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો સામે કેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી? એટલું જ નહીં, સ્થાનિક RTO પણ વાહન ચાલકોને કેમ છાવરી રહી છે? રસ્તા પર કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જેવા અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *