છ વર્ષના દીકરાનું મોત થતા, તંત્રની બેદરકારીનો ભોગ બની 40 KM બાઇક પર લઇ જવો પડ્યો બાળકનો મૃતદેહ 

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar) જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 6 વર્ષના પુત્રના મૃત્યુ બાદ એમ્બ્યુલન્સ(Ambulance) ઉપલબ્ધ ન હોવાથી આદિવાસી પતિ-પત્નીએ બાળકના મૃતદેહને બાઇક(Bike) પર લઇ જવાની ફરજ પડી હતી. લગભગ 40 કિમી સુધી ઓશીકાના સહારે બાઈક પર બેસીને બંને હોસ્પિટલ(Hospital)થી પોતાના ગામ પહોંચ્યા. ખાસ વાત એ છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 73માં ગણતંત્ર દિવસના દિવસે બની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હાલ અધિકારીઓ મામલાની તપાસની વાત કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અજય વાય પારધી નામના બાળકને મંગળવારે શરદી થતાં જવાહરની સરકારી સબ-ડિસ્ટ્રિક્ટ ફેસિલિટી, કુટીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અજયનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલની ઔપચારિકતા પૂરી કર્યા પછી, પિતા યુવરાજ પારધી, તેમની પત્ની સાથે, પુત્રના મૃતદેહને લગભગ 40 કિમી દૂર સાદકવાડી ગામમાં બાઇક પર લઈ જવાની ફરજ પડી હતી.

પરિવારનો આરોપ છે કે, હોસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ હતી, પરંતુ હોસ્પિટલે તે આપવાનો ઇનકાર કર્યો હતો. કુટીર હોસ્પિટલના સીએમઓ ડો. રામદાસ મારડે આ વિવાદ પછી કહ્યું કે અમારી પાસે એમ્બ્યુલન્સ હતી, પરંતુ કોવિડના વધતા જતા કેસને જોતા અમે મૃતદેહોને લઈ જવાનું કામ બંધ કરી દીધું છે. હું મોડી રાત સુધી પરિવારને મદદ કરવા તૈયાર હતો, મેં ખાનગી એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. જો કે, પાછળથી જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઘણા પૈસા માંગતો હતો અને પરિવારે પોતે તેમાં જવાની ના પાડી હતી.

142 પથારીની આ કોટેજ હોસ્પિટલમાં કોઈ શબપરીક્ષણ નથી. આ બાબતને લઈને એક થિયરી પણ સામે આવી રહી છે કે, હોસ્પિટલ દ્વારા માતા-પિતાને સવાર સુધી ડેડ બોડી સાથે રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને લાગ્યું કે, હોસ્પિટલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે રોકી રહી છે. આ ડરના કારણે તે ઉતાવળે ગામ જવા નીકળી ગયો.

જોકે, હોસ્પિટલે પરિવારને જણાવ્યું હતું કે બાળકનું મૃત્યુ કુદરતી છે અને તેનું કોઈ પોસ્ટમોર્ટમ થશે નહીં, તેમ છતાં પરિવાર સહમત થયો ન હતો. યુવરાજ પારધી અને તેની પત્ની બાળકને ધાબળામાં વીંટાળીને બાઇક લઈને ગામ જવા નીકળ્યા હતા. બુધવારે ગામમાં પહોંચ્યા બાદ સંપૂર્ણ રીત રિવાજ સાથે બાળકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલ સાથે જોડાયેલ ત્રણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી મૂકવાની ભલામણ કરવામાં આવી છે. શ્રમજીવી સંગઠનના સ્થાપક વિવેક પંડિતે કહ્યું કે પાલઘર, નંદુરબાર અને અન્ય આદિવાસી વિસ્તારોમાં આવી ઘટનાઓ અસામાન્ય નથી. તેમણે કહ્યું, ‘આ માત્ર એક ઉદાહરણ છે જે લોકોના ધ્યાન પર આવ્યું છે. દૂરના, જંગલ કે પહાડી વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, તેમની પાસે સારવારની કોઈ સુવિધા નથી, ડૉક્ટરો, ગાયનેકોલોજિસ્ટ, નર્સ, એમ્બ્યુલન્સ કંઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *