પેટ્રોલ અને ડીઝલ ફરી થશે મોંઘુ? ક્રૂડ ઓઈલના ભાવ પહોચ્યા ઉંચાઈ પર

આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલ(Crude oil)ના ભાવમાં રેકોર્ડ વધારો થયો હોવા છતાં ભારતીય બજારમાં વાહન ઈંધણના ભાવમાં રાહત ચાલુ છે. રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-diesel prices)માં ત્રણ સપ્તાહથી કોઈ ફેરફાર થયો નથી. જો કે હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.

હકીકતમાં, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધીને $121.28 પ્રતિ બેરલ થઈ ગઈ છે, જે 2012 પછી એટલે કે 10 વર્ષમાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે. જણાવી દઈએ કે 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી જનતાને રાહત થઈ હતી, પરંતુ ઓઈલ કંપનીઓ પર બોજ વધ્યો હતો. દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે સરકારી ઓઈલ કંપનીઓના નફાને અસર થશે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અનુસાર, તેલ કંપનીઓના નવીનતમ અપડેટ્સની વાત કરીએ તો, આજે 12 જૂનના રોજ પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર રહી છે.

ઉલ્લેખનીય છે કે, 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 8 અને ડીઝલ પર રૂ. 6નો ઘટાડો કર્યા બાદ દેશભરમાં પેટ્રોલ રૂ. 9.50 અને ડીઝલ રૂ. 7 સસ્તું થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેટલાક રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કર્યો હતો, જેમાં રાજસ્થાન, કેરળ અને મહારાષ્ટ્ર સરકારનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પ્રોડક્ટ્સ પર લાગતા ટેક્સના કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *