સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરત(Surat)ના વેસુ(Vesu)ના સુમન આવાસ(Suman Awas) બહાર પાર્ક એક કારમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. સોસાયટીના એક જાગૃત નાગરિકે બર્નિંગ કાર(Burning car)ની આગને કાબૂમાં લેવા ગાર્ડન(Garden)ના પાણીના પાઇપથી પાણીનો મારો કરી કર્યા બાદ આગ ઉગ્ર બનતા તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક દોડી આવી 5-7 મિનિટમાં જ બર્નિંગ કારની આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ 11:48નો હતો. સુમન આવાસ બિલ્ડિંગ બહાર પાર્ક અર્ટીગા કાર નંબર GJ5JF6213માં આગ લાગ્યા બાદ ભડ ભડ સળગી ઉઠી હતી. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો કરી આગ કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આગ લાગવા પાછળનું યોગ્ય કારણ જાણી શકાયું ન હતું.
મહેશ ચાવડા (નજરે જોનાર)એ જણાવ્યું હતું કે, હું મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. કાર સળગતી જોઈ તાત્કાલિક નીચે દોડી ગયો હતો. ગાર્ડનમાં પાણી છંટાય રહ્યું હતું. વોચમેનની મદદથી પાણી ન પાઇપ વડે બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આગ ઉગ્ર બનતા તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી ફાયરના જવાનો ગણતરીની મિનિટમાં દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.