ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) અંગે જો વાત કરવામાં આવે તો ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યની કેટલીય શાળાઓ ખુબ જ ખરાબ…

ગુજરાત(Gujarat): રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) અંગે જો વાત કરવામાં આવે તો ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યની કેટલીય શાળાઓ ખુબ જ ખરાબ હાલતમાં, તો અમુક શાળાઓના ઓરડાઓ અને બિલ્ડીગ જર્જરિત હાલતમાં જોવા મળે છે. તો રાજ્યની કેટલીય સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ(BJP)ના એક કટ્ટર કાર્યકરે ફેસબુક(Facebook) પર પોસ્ટ મુકીને અને પોતાનું મંતવ્ય રજુ કરતા જાણો શું કહ્યું.

ભાજપના કટ્ટર કાર્યકર અશ્વિન સાંકડાસરિયાએ ફેસબુક પર પોસ્ટ લખતા કહ્યું છે કે, સુરત શિફ્ટ થવાનું હાલ મુલત્વી રાખીને પાછા દિલ્હી જ જવુ પડશે. જાત અનુભવ પછી મને આદરણીય શિક્ષણ મંત્રી વાધાણી સાહેબની સલાહ ગળે ઉતરી,સાહેબ સાચું કહેતા કે “અહિંયા તો બધું પતી જ ગયું છે”.

વધુમાં તેમણે લખ્યું છે કે, દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી ગુજરાત સાથે કરવી ખરેખર શક્ય જ નથી. શિક્ષણનું જે સ્તર દિલ્હીમાં છે તેની સરખામણીએ ગુજરાત ખુબ પાછળ છે.આ કારણે મારે ન ઇચ્છતા હોવા છતાં સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે દિલ્હી પરત જવાનો નિર્ણય લેવો પડ્યો. 28 વર્ષના એકહથ્થુ શાસન બાદ પણ શાળા પ્રવેશોત્સવ કરવા પડે તેજ સરકારની સંપૂર્ણ પણે નિષ્ફળ છે તેની સાક્ષી પુરે છે.

વધારે ઉમેરતા તેમણે લખ્યું છે કે, આંગણવાડી (નંદગાવ) ની યશોદામૈયા એકબાજુ પુરતો પગાર નથી માટે આંદોલન કરતી હોય. બાળકોના મધ્યાહન ભોજન માટે પૈસાના અભાવે સુખડીને બદલે ચણાદાળ આપવી પડે. શિક્ષકોની અછત ને કારણે પ્રવાસી શિક્ષકો શોધવા પડે. કોઇ વાતના ઠેકાણા નથી ને પાછા શાળા પ્રવેશ ઉત્સવ ના નામે તાયફાઓ કરતા ફરે.

પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ગુજરાતમાં સરકારી નોકરી મળે તો ગુલામી જ કરવાનીજે સક્ષમ છો તે વિદેશ જતા રહે અને બાકી મારી જેમ આજુબાજુના રાજ્યોમાં જતા રહે. દિલ્હીમાં રહીને UPSC ની તૈયારી કરીને ગુજરાત કેડરના મુળ ગુજરાતી અધિકારીઓ જો પાવરમાં આવશે ત્યાર બાદ જ ગુજરાતની સ્થિતિ સુધરશે. #ખરેખરબધુપતીગયુછે

હાલમાં ભાજપનો આ કટ્ટર કાર્યકર દિલ્હીમાં જ રહે છે અને તે આગામી ટૂંક જ સમયમાં સુરત શિફ્ટ થવાના હતા. સુરત શહેરમાં તેમણે બીઝનેસ પણ શરુ કર્યો અને તેમના પરિવારને લઈને સુરત આવવાના હતા પરંતુ હવે માંડી વાળ્યું છે. કારણ કે, ગુજરાતમાં મોંઘુ શિક્ષણ, સરકારી શિક્ષણની સાવ નિમ્ન વ્યવસ્થા જોઈને તેમણે પોતાના પરિવારને દિલ્હી જ રાખવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *