4 કિલોમીટર સુધી ચાલતો રહ્યો આગની જ્વાળાઓથી સળગતો ટ્રક- ડ્રાઈવરને જાણ થાય ત્યાં તો…

મહારાષ્ટ્ર(Maharashtra): અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત મહારાષ્ટ્રના પાલઘરમાં(Maharashtra Palghar) એક આગની ઘટના સામે આવી છે. રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલી ટ્રકમાં અચાનક આગ(Fire) ભભુકી ઉઠી હતી. આગ ટ્રકના પાછળના ભાગમાં શરૂ થઈ હતી અને ડ્રાઈવરને તેની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તે લગભગ 4 કિલોમીટર સુધી સળગતો ટ્રક રસ્તા પર દોડતો રહ્યો.

પાલઘર ફાયર બ્રિગેડના(Fire brigade) અધિકારીએ જણાવ્યું હતું કે, પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) પર ચારાથી ભરેલો સળગતો ટ્રક (MH 04 E-L 9383) ઓછામાં ઓછા ચાર કિમી સુધી સળગી રહી હતી. આ અકસ્માત શુક્રવારે મોડી સાંજે પાલઘરના શિરસાદ ફાટા પાસે થયો હતો. સળગતી ટ્રકનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેને એક રાહદારીએ પોતાના ફોનમાં કેમેરાથી કેદ કર્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ફાયર બ્રિગેડની ગાડી આવે તે પહેલા જ ભડ-ભડ સળગી ઉઠી હતી ટ્રક
રસ્તા ઉપર સળગતો ટ્રક જોઇને બાજુમાં ચાલતા વાહનમાં બેઠેલા વ્યક્તિએ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી. જિલ્લાના વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, સમાચાર મળતાની સાથે જ બે ફાયર ટેન્ડર આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર પાણીનો મારો શરુ કરી દીધો હતો.

કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રકને સંપૂર્ણપણે નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું કે, આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *