Big Boss 15 Grand Finale: શેહનાઝ ગીલ સલમાન ખાનને જોઇને લાગી રડવા, ભાઈજાન પણ ન રોકી શક્યા આંસુ

બિગ બોસ 15 (Big Boss 15) ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાન (Salaman Khan) ને જોઈને શહેનાઝ ગિલ (Shahnaz Gill) ઈમોશનલ થઈ ગઈ. સલમાન ખાનની આંખો પણ ભીની થતી જોવા મળે છે. બિગ બોસ 15નો ફિનાલે (Final) 29 અને 30 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. બિગ બોસ ના અત્યાર સુધીના બધા જ વિજેતાઓ એકસાથે એક મંચ પર જોવા મળશે.

બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) ની જગ્યાએ શહેનાઝ ગિલ તમને મંચ પર જોવા મળશે. તે સિદ્ધાર્થ શુક્લાને તેના અભિનય સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. બિગ બોસ 15ના ફિનાલેમાં ઘણા સ્ટાર્સ પોતાના પરફોર્મન્સથી ચમકશે.

કલર્સ ટીવીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિગ બોસ 15 ગ્રાન્ડ ફિનાલેનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. પ્રોમો વીડિયોમાં શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા માટે એક સુંદર ગીત પર પરફોર્મ કરતી જોવા મળે છે. આ પછી તે સ્ટેજ પર પહોંચે છે, જ્યાં સલમાન ખાન તેનું સ્વાગત કરે છે. સલમાન ખાનને જોઇને શહેનાઝ ગિલ ઈમોશનલ થઈ જાય છે. સલમાન ખાને પણ પોતાના હાથ ખોલ્યા અને પહેલીવાર અભિનેત્રીને ભેટી. સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને સલમાન ખાનની આખો પણ ભીની થતી દેખાય રહી છે. વીડિયોમાં સલમાન ખાન પોતાની ભીની આંખો લૂછતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

આ વિડીઓમાં સલમાન ખાનની આંખોમાં આંસુ જોઈને તેના ફેન્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. બિગ બોસમાં, સલમાન ખાન ઘણીવાર ગુસ્સે થવા અને સ્પર્ધકોને ગાળો આપવા માટે ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આ વીડીઓમાં સુપરસ્ટાર સલમાન ખાનનો આ લુક જોઈને દરેક ફેન્સ ભાવુક થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 15ના ફિનાલેમાં હાલ 6 સ્પર્ધકો પહોંચ્યા છે. તાજેતરમાં જ રશ્મિ દેસાઈને બહાર કાઢવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ સિઝનની ટ્રોફી કયા સ્પર્ધકના નામે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *