ચા-કોફી: નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર(Government) ચા(Tea), કોફી(Coffee), મસાલા અને રબર સંબંધિત દશકો જૂના કાયદાને રદ કરવા વિચાર કરી રહી છે. સરકાર આ કાયદાઓની જગ્યાએ નવા કાયદા લાવવા માંગે છે. આ નવા કાયદાઓનો હેતુ આ ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહિત કરવાનો તેમજ વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે.
સરકારે ડ્રાફ્ટ સ્પાઈસિસ (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022, રબર (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022, કોફી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022, ટી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022 પર હિતધારકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકો/હિતધારકો 9 ફેબ્રુઆરી સુધી આ ચાર બિલના ડ્રાફ્ટ પર તેમની ટિપ્પણી મોકલી શકે છે.
જાણો મંત્રાલયે શું કહ્યું?
વાણિજ્ય મંત્રાલયે ચાર અલગ-અલગ ઓફિસ મેમોરેન્ડામાં કહ્યું છે કે, તે ટી એક્ટ-1953(Tea Act-1953), મસાલા બોર્ડ એક્ટ-1986(Spices Board Act-1986), રબર એક્ટ-1947(Rubber Act-1947) અને કોફી એક્ટ-1942ને(Coffee Act-1942) રદ્દ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
જાણો શા માટે છે તેની જરૂર
મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, “આ કાયદાઓને રદ કરવા અને નવા કાયદા લાવવાનો પ્રસ્તાવ હાલની જરૂરિયાતો અને ઉદ્દેશ્યોને અનુરૂપ છે.” મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટી એક્ટને રદ્દ કરવાનું મુખ્ય કારણ એ છે કે, તાજેતરના દાયકાઓમાં ચાના ઉત્પાદન, વેચાણ અને વપરાશની રીતમાં મોટો ફેરફાર થયો છે. તેથી હાલના કાયદામાં સુધારો કરવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત ટી બોર્ડની કામગીરીને સુધારવા માટે નવા કાયદાની જરૂર છે જેમ કે ઉત્પાદનને ટેકો આપવો, ગુણવત્તામાં સુધારો કરવો, ચા ઉત્પાદકોની કુશળતા વિકસાવવી અને ચાને પ્રોત્સાહન આપવું.
જાણો અન્ય બિલ વિશે
મસાલા (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022ના ડ્રાફ્ટ મુજબ, મસાલાની સમગ્ર સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મસાલા બોર્ડને સક્ષમ કરવાની જરૂર છે. એ જ રીતે, રબર એક્ટના સંદર્ભમાં એવું કહેવાય છે કે, તાજેતરના વર્ષોમાં રબર અને સંલગ્ન ક્ષેત્રો સંબંધિત ઔદ્યોગિક અને આર્થિક દૃષ્ટિકોણમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. બીજી તરફ, કોફી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ 2022 જણાવે છે કે, વર્તમાન કાયદાનો નોંધપાત્ર ભાગ આજના સમયમાં બહુ અસરકારક રહ્યો નથી, તેથી તેમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.