આ સ્વદેશી મિસાઈલની સામે થરથર કાંપશે ચીન- હવામાં જ દુશ્મનને આપશે માત

ભારતીય વાયુસેના(Indian Air Force)માં ટૂંક સમયમાં હવાથી હવામાં પ્રહાર કરતી બે મિસાઈલોનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આમાંથી એક મિસાઈલ(Missile)ની રેન્જ 160 કિમી હશે, જ્યારે…

ભારતીય વાયુસેના(Indian Air Force)માં ટૂંક સમયમાં હવાથી હવામાં પ્રહાર કરતી બે મિસાઈલોનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આમાંથી એક મિસાઈલ(Missile)ની રેન્જ 160 કિમી હશે, જ્યારે બીજી મિસાઈલ હવામાં 300 કિમીની રેન્જ સુધીના દુશ્મનને ખતમ કરી દેશે. આ બંને મિસાઈલો સ્વદેશી છે. આ મિસાઈલોના લોન્ચિંગ(Missile launching) બાદ ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.

બંને મિસાઈલ 2024 સુધીમાં લોન્ચ થઈ શકે છે:
હિન્દુસ્તાન ટાઈમ્સે વાયુસેનાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે આ મિસાઈલોના નામ એસ્ટ્રા એમકે-2 અને એમકે-3 છે. આગામી વર્ષે એસ્ટ્રા Mk-2 જ્યારે Mk-3નું વર્ષ 2024માં પરીક્ષણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલની Astra Mk-1 મિસાઈલ 100 કિમી સુધીની રેન્જ ધરાવે છે.

આત્મનિર્ભરતા તરફના પગલાંની વિચારણા કરવામાં આવી રહી છે:
સંરક્ષણ મંત્રાલયે 31 મેના રોજ ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળને એસ્ટ્રા Mk-1 મિસાઇલો અને સંબંધિત સાધનોથી સજ્જ કરવા માટે ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) સાથે રૂ. 2,971 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતાનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. DRDO એ Astra Mk-1 અને સંબંધિત સિસ્ટમના ઉત્પાદન માટે BDL સાથે ટેકનોલોજી શેર કરી છે.

ચીનને આપશે માત:
તમને જણાવી દઈએ કે ચીને PL-15 એર-ટુ-એર મિસાઈલ વિકસાવી છે. તેની રેન્જ 160 કિમી સુધીની છે. આ મિસાઈલને વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ હવે ભારતમાં બનવા જઈ રહેલી એસ્ટ્રા મિસાઈલ આ મામલે ચીનને માત આપશે.

અનેક ફાઈટર પ્લેનમાં સામેલ થશે:
અધિકારીઓએ જણાવ્યું કે એસ્ટ્રા Mk-1 મિસાઈલને સુખોઈ-30 ફાઈટર જેટ્સ સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવી છે અને હવે તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સહિત અન્ય લડવૈયાઓની ક્ષમતામાં વધારો કરશે. તેમજ નૌકાદળના MiG-29K ફાઇટર એરક્રાફ્ટ, જે ભારતના INS વિક્રમાદિત્યથી ઓપરેટ થાય છે, તે Astra Mk-1 મિસાઇલથી સજ્જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *