વડોદરા(Vadodara): ગઇકાલે સાંજના સમયે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે PM મોદીનો(PM Modi) ‘મન કી બાત’(‘Mann Ki Baat’) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને વડોદરા કોર્પોરેશનની (Vadodara Corporation) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ(Primary Education Committee) દ્વારા ખંડેરાવ માર્કેટ પાસેની ગોવિંદરાય મધ્યવર્તી સ્કૂલમાં પણ ગાંધીજીને શ્રધ્ધાંજલિ(Tribute to Gandhiji) અર્પવા માટે રેંટિયો કાંતવાનો કાર્યક્રમ યોજાયો હતો.
PM મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમમાં હાજર શિક્ષકોને રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ સાંભળવા માટે બેસાડી રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી બેસેલા શિક્ષકો કંટાળતા કાર્યક્રમ શરુ થાય તે સાથે જ સ્થળ છોડીને ઘરે જવાનુ શરુ કરી દીધુ હતું. જેના પગલે શિક્ષકોને પરાણે ભાષણ સાંભળવા અને બેસાડી રાખવા માટે કેટલાક પદાધિકારીઓએ સ્કૂલના ગેટ પર પટાવાળા પાસે તાળુ મરાવી દીધુ હતું.
પદાધિકારીઓ પોતાની સ્કુલમાં “મન કી બાત” કાર્યક્રમ સાંભળવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યાં હતાં તેવું દર્શાવવા માટે મેં ગેટ પર જ તાળું મરાવી દીધું હતું. બહાર નીકળવા માટે શિક્ષકો પટાવાળા સાથે રકજક કરી રહ્યા હતા. તે દરમ્યાન પટાવાળાઈ શિક્ષકોને વિનંતી કરી હતી કે, “મને તો સૂચના આપવામાં આપી છે એટલે ગેટ પર તાળું મારવામાં આવ્યું છે. તમે મંજૂરી લઈ આવો તો હું તમને ગેટ ખોલી આપીશ.” પીએમ મોદીનો કાર્યક્રમ અડધો પૂરો થઈ ગયો પછી ગેટ ખોલવામાં આવ્યો હતો.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા ગાંધીજીને અંજલિ આપવાના ભાગરુપે રેંટિયો કાતવાના કાર્યક્રમ દરમિયાન મેયર સહિતના સંખ્યાબંધ શિક્ષકો પ્રેક્ટિસ નહીં હોવાથી રેંટિયો કાંતવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેયર સહિતના નેતાઓ ગાંધીજીના સાદાઈ, ચોક્કસાઇ અને કરકસર જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે ભાષણ કર્યા હતાં અને બીજી તરફ કાર્યક્રમ પૂરો થયા બાદ સ્કૂલની પાણીની ટાંકી છલકાઈ ગઈ હતી અને પાણીનો વેડફાટ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.